અમેઝોને આ ગુજરાતી યુવતીને આપી પગારની એવી ઓફર કે જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

આમ તો આ આર્ટિકલ વાંચનારા લગભગ 99.99 ટકા વાંચકો ગુજરાતી જ હશે તેવો આ લખનારને અંદાજ છે. ગુજરાતી લોકો આખા દેશમાં કોઈપણ ખૂણે ગયા હોય ત્યાં તે ગુજરાતી છે તેવું તેના સ્વભાવ, બોલચાલ અને ફેસ રીડિંગથી જણાઈ જ આવે. ગુજરાતીઓમાં એક ખાસ વિશેષતા એ પણ છે કે તે માટે ભારત દેશ પૂરતા જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાની કાબેલિયત અને ઉદારતાને કારણે જાણીતા બન્યા છે.

એવા અનેક દાખલાઓ છે જેમાં ગુજરાતીઓએ ગુજરાતી સમાજનું નામ રોશન કર્યું હોય. દેશનું ગૌરવ ગાંધીજી.થી માંડીને ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ આવા જ દાખલા છે.

image source

આ સિવાય હમણાં તાજેતરમાં જ એક ગુજરાતી યુવતીએ વિશ્વની નામાંકિત ઇ કોમર્સ વેબસાઈટ અમેઝોનમાં ડંકો વગાડ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આવડી મોટી વસવા સ્તરની કંપનીએ આ ગુજરાતી યુવતીને એક કરોડથી પણ વધુના વાર્ષિક પેકેજની ઓફર કરી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ યુવતી ગુજરાતના કયા શહેરમાંથી છે ? એ યુવતી કોણ છે ? અને કઈ રીતે તે વિશ્વ વિખ્યાત અમેઝોન કંપની સુધી પહોંચી ? તેના વિશે વિસ્તારથી જાણીશું.

વિગતથી વાત શરૂ કરીએ તો આ યુવતીનું નામ છે ક્રિષ્ના ટાંક. ક્રિષ્ના ટાંક ગુજરાતની રાજધાની એવી ગાંધીનગરના સરગાસણ ખાતે રહે છે. જેમ ઉપર વાત કરી તેમ ક્રિષ્ના ટાંકને વિશ્વની નામાંકિત ઇ કોમર્સ વેબસાઈટ અમેઝોન તરફથી એક કરોડથી પણ વધુના પગારની વાર્ષિક પેકેજની ઓફર થઈ છે.

આ અંગે ક્રિષ્ના ટાંકએ જણાવ્યું હતું કે તેણે ચાલુ વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી 2021 માં અમેઝોન કંપનીમાં અમુક જરૂરી પરીક્ષાઓ આપી તથા માત્ર 30 મિનિટનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ અમેઝોન કંપની તરફથી તેને વાર્ષિક 1,43,100 યુએસ ડોલર એટલે કે અંદાજે 1 કરોડ 4 લાખના વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેઝોન કંપનીમાં આવા તોતિંગ પગારની ઓફર મેળવનાર ક્રિષ્ના ટાંકએ ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કર્યો છે. ક્રિષ્નાએ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇ કોમ્પ્યુટર સાયન્સ કમ્પ્લીટ કરી કેરિયર પાથ વે માં મશીન લર્નિંગ સાયન્ટિસ્ટ તરીકે યુનિવર્સિટીમાં અમેઝોન કંપનીના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે જોડાવવા માટેની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ક્રિષ્ના ટાંક ઉત્કૃષ્ટ દેખાવ કરી પાસ થઈ હતી અને આ બદલ તેને અમેઝોન તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

એટલું જ નહીં અમેઝોન કંપનીમાં જોઈન થયાના થોડા સમયમાં જ ક્રિષ્ના ટાંકને 86,000 યુએસ ડોલર ના અમેઝોનના શેર મેળવ્યા હતા.

image source

તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ વાસ્તવિકતા છે કે અમેઝોને જે ગુજરાતી યુવતી એટલે કે ક્રિષ્ના ટાંકની ઉંમર માત્ર 23 જ વર્ષની છે અને તેણે નાની ઉંમરે જ આ કારનામું કરી બતાવ્યું હતું. ઉપર વાત કરી તેમ ગુજરાતના ગાંધીનગરની વતની એવી ક્રિષ્ના ટાંક એ ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કર્યો છે. તેણે પોતાના શહેર ગાંધીનગરમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ કોલેજકાળમાં તેણે LDRP કોલેજમાંથી કોમ્યુટર એન્જીનીયરિંગ પૂરું કર્યું હતું.