આ પાકિસ્તાનની એક્ટ્રેસ છે બોલિવુડ એક્ટ્રેસ પાછળ પાગલ, ક્યારેક બને છે માધુરી તો ક્યારેક શ્રીદેવી

બોલિવૂડમાં ઘણી ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રીઓ એવી રહી છે જેમની કદર આખી દુનિયા કરે છે. પાકિસ્તાનમાં પણ બોલિવૂડ અભિનેત્રીઓને પસંદ કરનારા ઘણા લોકો છે. સામાન્ય લોકોથી લઈને પાકિસ્તાની સેલેબ્સ પણ આ અભિનેત્રીઓને પસંદ કરે છે. આવી જ એક અભિનેત્રી આયજા ખાન છે. આયેજા ઐશ્વર્યારાયથી માંડીને માધુરી દીક્ષિત સુધી દરેકના સિલેક્ટેડ ગીતો અનુસાર ડ્રેસ પહેર્યો છે અને ડાન્સ કર્યો છે. હવે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

image soucre

આયજાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તે અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે કેટલો લગાવ છે. આયેજાએ માધુરીના હિટ ગીત ‘એક દો તીન’માં માધુરીએ કરેલા લુકની પણ નકલ કરી છે. પિંક ડ્રેસ પહેરીને, માથા પર યલો હેડબેન્ડ પહેરીને આયેજાએ માધુરી જેવો દેખાવાનો પ્રયત્ન કર્યો. આ સાથે તેણે એમ પણ લખ્યું કે, ‘જ્યારે પણ હું માધુરી દીક્ષિતનું નામ સાંભળું છું ત્યારે મારા મનમાં માત્ર એક દો તીન અને દેવ બાબુનું નામ આવે છે. જ્યારે પણ હું તેમને જોઉં છું, ત્યારે મને લાગે છે કે દિલ તો પાગલ હે. હું નસીબદાર છું કે મને માધુરી દીક્ષિતને જોવા અને એમના ગીતો પર ડાન્સ કરવાનો મોકો મળ્યો.

image soucre

એમને એમની પોસ્ટમાં આગળ લખ્યું કે શું કમાલની ડાન્સર અને એકટર છે જે એમની આંખોમાં એક આંસુના ટીપાથી તમારું દિલ પીગળાવી શકે છે. એમની જેમ ડ્રેસઅપ કરવું મારુ સપનું હતું. કાશ હું એમને નદી શકતી અને એમને કહી શકતી કે એ કેટલી સુંદર છે. અને કેવી રીતે મારા અત્યાર સુધીના કરિયરની મોટી પ્રેરણા છે. એમની ફિલ્મો જોવાથી સ્ક્રીન માટે મારો પ્રેમ દરેક વખતે જાગી ઉઠે છે. આ મારા પ્રેમ માટે @madhuridixit. આયજાએ માધુરીના ગીતો આજા નચલેનો લુક પણ કોપી કરીને એના પર ડાન્સ કર્યો હતો.

image soucre

ફિલ્મ કુછ કુછ હોતા હેમા કાજોલનો ટોમ બોય લુક આયજાએ કટ ટુ કટ કોપી કર્યો હતી. ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાનના કન્વર્સેશન પર આયજાએ એમનો વિડીયો બનાવ્યો જેમાં એ શોર્ટ હેર, બ્લેક એન્ડ રેડ જેકેટ અને હેડબેન્ડ લગાવેલી દેખાઈ.

image soucre

આયજાએ ફિલ્મના કાજોલના એ લુકને પણ કોપી કર્યો જેમાં એ સફેદ સલવાર શૂટ અને પ્રિન્ટેડ રેડ દુપટ્ટો નાખેલી દેખાઈ હતી. આયજાએ એના પર એમનો વિડીયો બનાવ્યો હતો.

image soucre

શ્રીદેવીની ફિલ્મ ચાંદનીમાં એમના ગીત તેરે મેરે હોઠો પે,નો સુરૂર બોલીવુડમાં જ નહીં પાકિસ્તાનમાં પણ છે. જે રીતે અનુષ્કા શર્માએ એ દિલ હે મુશ્કેલમાં શ્રીદેવીના આ ગીત ઓર એવા જ કપડાં અને એવો જ વીડિયોમાં ડાન્સ કરવાનું સપનું સાકાર કર્યું હતું એવી જ રીતે આયજાએ પણ એવો વિડીયો બનાવ્યો જતો. આયજાએ પીળા કલરની સાડી પહેરી શ્રીદેવીની જેમ પોતાને તૈયાર કરી હતી. યલો સાડીમાં શ્રીદેવીનું આ આઇકોનીક લુક આજે પણ બહુ ફેમસ છે.

image soucre

આયજા પાકિસ્તાનની જાણીતી ગાયિકા નૂર જહાંની પણ બહુ કદર કરે છે. સફેદ સુંદર સાડી અને રેટ્રો લુકમાં આયજાએ નૂર જહાંની જેમ તૈયાર થઈને પોતાનો ફોટો શેર કર્યો હતો. એમને લખ્યું કે જેવું મેં આ લુકમાં પોતાને અરીસામાં જોઈ મારા રુવાંટા ઉભા થઇ ગયા. વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હા એ વાત જરૂર છે કે હું એમના જેવી લિગેસી જેવી દેખાવાની નજીક પણ નથી પહોંચી શકતી પણ મેડમ નૂર જહાંના એક નાના ભાગને મેં આ પળમાં ખુદની અંદર મહેસુસ કરું છું.

image soucre

આયજાએ પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાનના બૉલીવુડ મુવી રઈસના એમના લુકને કોપી કર્યો. એમને રઈસમાં નુરી જેવો આઉટફિટ, જવેલરી અને અંદાજ રજૂ કરતો પોતાનો ફોટો શેર કર્યો હતો. એક્ટ્રેસ આયજા માહીરા ખાનને પસંદ કરે છે.

image soucre

ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં સોન્ગ આંખો કી ગુસ્તાખિયામાં એક્ટ્રેસનો આઇકોનીક લુક આયજાએ પણ અપનાવ્યો..માથા પર માંગટીકો, કાન અને ગળામાં જવેલરી, મેચિંગ આઉટફિટ અને મેકઅપમાં આયજાએ આ ફોટો ઘણી હદ સુધી ઐશ્વર્યા સાથે મેળ ખાય છે.

image soucre

આવીએ આયજા ખાનની લેટેસ્ટ પોસ્ટ ઓર. એમને ફિલ્મ ગોલીયો કી રાસલીલા રામલીલામાં દીપિકા પાદુકોણને કોપી કર્યા હતા. લાલ ઇશ્ક ગીતમાં પરફોર્મ કરતા આયજા હાથમાં દીપિકાની જેમ દીવો લઈને દેખાઈ.

image soucre

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની એક્ટ્રેસ, મોડલ અને સોશિયલ મીડિયા ઇંફ્લુઇન્સર છે. ઇન્સ્ટાગ્રામ પર એમના 9.9 મિલિયન ફોલોઅર્સ છે. એ લાપતા નામના પાકિસ્તાની ટીવી શોમાં દેખાઈ ચુકી છે. એમ એમને ટિકટોક ગર્લ ગીતીનો રોલ કર્યો.