KKRના વરૂણ ચક્રવર્તીએ તેની ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન, સ્ટેજ પર જ પત્ની સાથે રમ્યો ક્રિકેટ, જોઇ લો VIDEO

વર્ષ ૨૦૨૦માં રમવામાં આવેલ ઈન્ડીયન પ્રીમિયર લીગ ૧૩ (IPL 13)મી સિઝન દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર સ્પિનર એવા વરુણ ચ્ક્વ્રતી હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. ચેન્નઈ શહેરમાં આયોજિત કરવામાં આવેલ એક કાર્યક્રમ દરમિયાન વરુણ ચક્રવર્તીએ પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નેહા ખેડેકર અને વરુણ ચક્રવર્તીના લગ્નના ફોટોસ અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

image source

જો કે, વરુણ ચક્રવર્તી અને નેહા ખેડેકરના લગ્ન વર્ષ ૨૦૨૦ની શરુઆતના સમયમાં થવાના હતા પરંતુ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે લગ્ન મુલતવી કરી દેવામાં આવ્યા હતા. મે- જુન મહિનામાં વરુણ ચક્રવર્તી ચેન્નઈ શહેરના એવા વિસ્તારમાં હતા કે, તે વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. એ જ સમયે વરુણની ગર્લફ્રેન્ડ નેહાએ લોકડાઉનનો સમય મુંબઈ શહેરમાં વિતાવ્યો હતો.

image source

અહિયાં ઉલ્લેખનીય બાબત છે કે, IPL ૨૦૨૦માં વરુણ ચક્રવર્તીને તેની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાની સાથે ઓસ્ટ્રેલીયા દેશના પ્રવાસ માટે T- 20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ પછીથી ઈજાગ્રસ્ત થઈ જવાના લીધે વરુણ ચક્રવર્તીને T- 20 સીરીઝ માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વરુણ ચક્રવર્તીના બદલે ટી નટરાજનને ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા.

image source

IPLની ૧૩મી સિઝનમાં વરુણ ચક્રવર્તીએ કુલ ૧૩ મેચો દરમિયાન બોલિંગ કરી હતી. આ ૧૩ મેચો દરમિયાન વરુણ ચક્રવર્તીએ ૧૭ વિકેટો લીધી હતી, આ ૧૭ વિકેટો માંથી ૫ વિકેટ તો ફક્ત દિલ્લી કેપિટલ્સની વિરુદ્ધ ૨૦ રન આપતા પાંચ વિકેટો લીધી હતી.

image source

વરુણ ચક્રવર્તીએ ક્રિકેટ રમવાની શરુઆત ફક્ત ૧૩ વર્ષની ઉમરથી જ શરુ કરી દીધું હતું ત્યાર બાદ ૧૭ વર્ષની ઉમર સુધી વરુણ ચક્રવર્તી વિકેટકીપર અને બેટ્સમેન તરીકે રહ્યા હતા. વર્ષ ૨૦૧૮માં વરુણને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ માટે ૮.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો ત્યાર બાદ છેલ્લી સીઝન ૧૩મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા તેમની ટીમમાં ૪ કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યા હતા. જો કે, કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં રમવાની વધુ તક મળી હતી નહી, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં રમવાની વધુ તકો મળી હોવાના લીધે હાલમાં વરુણ ચક્રવર્તી સ્ટાર બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર વરુણ ચક્રવર્તી અને નેહા ખેડેકરને લગ્નની શુભકામનાઓ આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત