અમદાવાદ પોલીસે જ કરી આટલી ચોરી! ખરીદી કરતાં લોકોની પાકિટ મારી લીધી, જાણો પોલીસને શા માટે આવું કરવું પડ્યું

એક તરફ તહેવારોની સીઝન અને બીજી તરફ કોરોનાનો ભય, આ વર્ષે બધા જ તહેવારો ઉજવવામાં કંઈક ને કઈક બદલાયું છે. ત્યારે લોકો થોડા ઢીલા પડ્યા છે અને શોપિંગથી લઈ બધા જ ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. તો એ જ રીતે આ વર્ષે ભલે ઓછું પણ શોપિંગ માટે લોકો ઉત્સાહિત તો છે. ત્યારે એ લોકોને માર્કેટમાં કોઈ ચોરના હાથે ભોગ ન બનવું પડે એ માટે અમદાવાદ પોલીસે એક નવો કિમીયો અપનાવ્યો હતો. નવું વર્ષ આવતા પહેલા જ અમદાવાદ પોલીસ તમામ એક્શન પ્લાન તૈયાર કરતી હોય છે. ચોરીને નાથવા માટે તેમજ પર્વમાં લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ ખડે પગે રેહતી હોય છે.

image source

ત્યારે એક કોમન માણસને આ વર્ષે દિવાળીમાં શું ચેતવણી રાખવી એ જાણવું જોઈએ. તો આવો જાણીએ કે આ વર્ષે પોલીસ દર વર્ષની જેમ કેમ ચોર બની. દિવાળીની ખરીદીમાં વ્યસ્ત અને મસ્ત રહેતા અમદાવાદના લોકો માટે પોલીસના જવાનો ચોર બન્યા હતા અને જ્યારે શહેરીજનો ચીજવસ્તુઓ ખરીદવામાં મસ્ત હોય છે અને ચોર કઇ રીતે ખિસ્સા કાતરે છે તમારા પર્સમાંથી પાકીટ કાઢી લે છે પરંતુ તમારુ ધ્યાન ચીજવસ્તુઓને ખરીદવામાં હોય છે.

image source

એ વસ્તુ બતાવવા માટે થઈને જ પોલીસ દ્વારા ચોર બની આ શિખ આપવામાં આવી હતી. અને ઘણા લોકોની ચોરી પણ કરી હતી અને પછી તેને કહ્યું હતું કે આવી આવી સાવચેતી રાખશો તો વાંધો નહીં આવે. માટે દિવાળીનો પર્વ તમામ લોકો માટે મુશ્કેલીનો પર્વ ન બની જાય તે માટે ખાસ પોલીસે આ ચોર બની લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. કારણ કે જો ભીડમાં ખરીદી કરવામાં મસ્ત રહેશો તો તમારી કિંમતી વસ્તુઓની ચોરી થઈ શકે છે.

શું ધ્યાન રાખશો?

માર્કેટમાં જતા પહેલા કિંમતી વસ્તુઓ ઘરે મુકીને જાઓ

ભીડવાળી જગ્યાઓએ નાના બાળકોને ન લઈ જાઓ

બાળકોને લઈ માર્કેટ જાઓ તો તેનો હાથ પકડીને ચાલો

image source

ભીડમાં ચેઈન કે પછી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો

પર્સની ચેઈન હમેશા બંધ કરીને તેને તમારાથી નજીક રાખો

ખરીદી કરવામાં તમારી કિંમતી વસ્તુઓ કોઈ અડે તો તેનાથી ચેતો

ભીડમાં તેમની સાથે અભદ્ર વ્યવહાર કરે તો અવાજ ઉઠાવો.

જો તમે પણ આ વર્ષે આ દિવાળી પહેલા કે દિવાળીમાં બહાર ભીડવાળી જગ્યાએ જવાના હોવ તો આ તમામ વાતોનું ધ્યાન રાખશો. અને આ તમામ વાતોનું ધ્યાન રાખીને આ પર્વને ખુશીથી ઉજવો. એક વાત એ પણ છે કે ભીડમાં સ્ત્રીઓ સૌથી વઘારે ખરીદી કરવા માટે જતી હોય છે. તેવી સ્ત્રીઓ માટે શી ટીમ તૈનાત કરવામાં આવી છે. જે તમામ મહિલાઓની સાવચેતી તેમજ તેમની સાથે થતી છેડતીને રોકી શકે.

image source

આ વર્ષે પોલીસના એક્શન પ્લાનની વાત કરીએ તો, ભદ્ર બજાર, લાલ દરવાજા સાથે સેન્સેટીવ એરીયા જેવોકે દરિયાપુર, કાલુપુર જેવી જગ્યાઓએ સિવિલ ડ્રેસમાં પોલીસને તૈનાત કરાશે. દિવાળીના પર્વમા ચોર ટોળકી પણ વધુ સક્રીય થતી હોય છે. ઉપરાંત જ્વેલર્સ અને આગંડીયા પેઢીની સુરક્ષા માટે એસોસીએશન સાથે મિટિંગ કરીને મહત્વના સુચનો આપવામા આવ્યા છે.

image source

વધારે વાત કરીએ તો આ વર્ષે સ્ત્રીની સુરક્ષા માટે શી ટીમને અનેક ભીડવાળા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેમજ મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં મોલ, માર્કેટની બહાર તેમજ મોટા બજારોમાં સાવચેતી આપતા મેસેજ સાથે રક્ષા કરવા માટે તૈનાત કરાશે. જો કે આ વખતે સરકારે હજુ સુધી કોઈ નવી લાઈડ લાઈન બહાર પાડી નથી પણ અનલોક-5ને જ આગળ એક મહિના માટે લંબાવ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે તહેવારને લઈ કોઈ નવી ગાઈડ લાઈન આવે છે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત