AAP માં જોડાયેલા મહેશ સવાણી સેંકડો અનાથ દીકરીઓના છે પાલક પિતા, બિલ્ડર અપહરણ કેસમાં થઇ ગયા હતા ફરાર

અત્યારે ગુજરાત રાજ્યમાં રાજકીય પક્ષો તરફથી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ માટે તૈયારીઓ શરુ કરવા લાગ્યા છે. તેમાં પણ ખાસ કરીને આમ આદમી પક્ષ અને ભાજપ પક્ષમાં રાજકીય પ્રવૃતિઓને વેગવંતી કરી દેવામાં આવી છે. પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આપમાં જોડાઈ ગયા પછી હવે આજ રોજ સુરતના પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપ પક્ષની ટોપી પહેરીને આપ પક્ષમાં જોડાઈ ગયા છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા આજ રોજ મહેશ સવાણીને ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું.

image source

મહેશ સવાણી ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે ઘણી બધી અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ છે. એટલું જ નહી, મહેશ સવાણી ઘણા બધા સેવા કાર્યો પણ કરી રહ્યા છે. તેમ છતાં પણ મહેશ સવાણી કેટલાક વિવાદોમાં સંકળાયેલા રહે છે. વર્ષ ૨૦૨૦માં કરવામાં આવેલ બિલ્ડરના અપહરણ કેસમાં મહેશ સવાણીની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

ડીપ્લોમા સિવિલ એન્જીનીયરીંગનો કર્યો છે અભ્યાસ.

image source

ભાવનગર જીલ્લામાં આવેલ રાપરડા ગામના નિવાસી મહેશ સવાણીએ ડીપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. મહેશ સવાણી વર્ષો પહેલા જ સૌરાષ્ટ્રથી સુરત શહેરમાં આવીને હીરાના વ્યવસાયમાં જોડાયેલ મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરત શહેરમાં ‘વલ્લભ ટોપી’ના નામે પ્રસિદ્ધ થયા છે. સુરત શહેરમાં હીરાના વ્યવસાય માંથી રીયલ એસ્ટેટના બિઝનેસમાં આવેલ વલ્લભભાઈને ઘણી સારી સફળતા મળવાની સાથે સારી આવક પણ કરી રહ્યા છે. આજ રોજ ડાયમંડ એજ્યુકેશન, હોસ્પિટલ, રીયલ એસ્ટેટ સહિત બિઝનેસના ઘણા ક્ષેત્રોમાં કાર્યરત પી. પી. સવાણી ગ્રુપનું હાલમાં મહેશ સવાણી દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

વર્ષોથી અનાથ દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવી રહ્યા છે.

અંદાજીત ૨૫૦૦ કરોડ રૂપિયા કરતા વધારે ટર્નઓવર ધરાવી રહેલ પી. પી. સવાણી ગ્રુપના એમડી તરીકે કામ કરતા મહેશ સવાણી પિતાના સેવા કાર્યની પ્રવૃત્તિને આગળ વધારી રહ્યા છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી રાજ્યભરની પિતા વિનાની દીકરીઓ માટે કોઇપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના તમામ દીકરીઓના લગ્ન ઘણી ધૂમધામથી કરાવી રહ્યા છે. આ ઉપરાંત મહેશ સવાણી છેલ્લા કેટલાક વર્ષોથી સમુહલગ્નનું આયોજન કરી રહેલ મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ સમુહલગ્નમાં કરાવ્યા હતા. આ સાથે જ મહેશ સવાણીએ ઉરી હુમલામાં શહીદ થયેલ સૈનિકોના બાળકોના અભ્યાસના ખર્ચની જવાબદારી લઈ લીધી છે.

પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં નજીવા દરે કરવામાં આવે છે ટ્રીટમેન્ટ.

image source

પી. પી. સવાણી ગ્રુપ રીયલ એસ્ટેટ બિઝનેસમાં આગળ હોવાની સાથે સાથે સુરત શહેરમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ ચલાવી રહ્યા છે, આ સાથે જ પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં આવતા ગરીબ દર્દીઓ માટે નજીવી કીમતે હાર્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

બિલ્ડરના અપહરણ કરવાનો લાગ્યો હતો આરોપ.

ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથે સંબંધિત ઘણા બધા વિવાદો વિષે વાત કરીએ તો અંદાજીત ચાર વર્ષ પહેલા ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખની સાથે જમીન બાબતે ચીટીંગ કરવાની ધમકી આપવા બાબતે મહેશ સવાણી અને તેમના પિતા વલ્લભભાઈ સવાણી (ટોપી) વિરુદ્ધ સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

image source

એટલું જ નહી, જાન્યુઆરી, ૨૦૨૦માં બિલ્ડર ગૌતમ પટેલના કિડનેપિંગ કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેશ સવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે તેમના ચાર સાગરીતોને સવાણી ઓફીસ માંથી પકડી લેવામાં આવ્યા હતા. તે સમયે ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાગી ગયા હતા.

3 કરોડ રૂપિયાને બદલે ૧૯ કરોડ રૂપિયાની માંગ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

image source

ઉદ્યોગપતિ મહેશ સવાણી પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પાર્લે પોઈન્ટમાં આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર ગૌતમ ખોડીકા પટેલના બંગલે જઇને મહેશ સવાણી અને તેમના સાગરીતોએ ગૌતમ પટેલને કારમાં બેસાડીને ઓફિસમાં લઈ જાય છે અને માર માર્યો હતો અને બિલ્ડરને 3 કરોડ રૂપિયાને બદલે બંગલો નામે કરી દેવા કે પછી ૧૯ કરોડ રૂપિયા આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ભાજપ માંથી સુરત લોકસભા બેઠલ માટે નામ ચર્ચામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મહેશ સવાણીને ભાજપ પક્ષ માંથી સુરત બેઠક માટે ટીકીટ આપવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ કરવામાં આવેલ હાર્દિક પટેલને જેલ માંથી બહાર કાઢવા માટે મહેશ સવાણીને સખ્ત મહેનત કરી હતી. ઉદ્યોગપતિ મહેશ સવાણીએ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની વચ્ચે કડીરૂપ ભાગ ભજવીને હાર્દિક પટેલને જમીન પર છોડાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો.

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન સુરતમાં ૧૧ કોવિડ કેસ સેન્ટર શરુ કરવામાં આવ્યા.

image source

સુરત શહેરના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને હજારો અનાથ દીકરીઓના પિતા ભામાશા માનવામાં આવતા મહેશભાઈ સવાણીએ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન સેવાના નામે શરુ કરવામાં આવેલ સંગઠનના ૧૧ કોવિડ આઈસોલેશન સેન્ટર્સ શરુ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, સૌરાષ્ટ્ર વિસ્તારના ગામડાઓમાં પણ તેમની ટીમને લઈને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવા માટે પહોચી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!