પાણીની સાથે વહે છે આ નદીમાં સોનું, તમે પણ લઈ આવજો એક મુલાકાત.

વિશ્વમાં ઘણી એવી નદીઓ છે જે એમની બનાવટ અને આકારને લઈને આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. ગંગા, બ્રહ્મપુત્રા, નાઇલ, એમેઝોન વગેરે ઘણી મુખ્ય નદીઓ છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. સામાન્ય રીતે નદીઓમાં પાણી જ વહે છે. પણ તમને જણાવી દઈએ કે આપણે આજે આપણી નદીઓને એટલી પ્રદુષિત કરી દીધી છે કે એમાં પાણીની સાથે સાથે પ્લાસ્ટિક, કચરો, કેમિકલ કોણ જાણે કેટલી ગંદગી વહી રહી છે.

image socure

તો બીજી બાજુ શુ તમે કોઈ એવી નદી વિશે સાંભળ્યું છે જેમાં સોનું વહેતુ હોય છે? હ થાઈલેન્ડમાં એક એવી જ નદી ચર જ્યાં પાણીની સાથે સાથે સોનું પણ વહે છે.એ કારણે નદીના તટ પર આસપાસ રહેતા લોકોની ભીડ જમા રહે છે. ઘણીવાર સોનાની શોધમાં અહીંયા દૂર દૂરથી લોકો આવે છે. આ ખાસ વાતને લઈને આ નદી આજકાલ ચર્ચામાં છે. આ નદીને સુવર્ણ નદી પણ કહેવામાં આવે છે. આ થાઈલેન્ડના ગોલ્ડ માઉન્ટન વિસ્તારમાં વહે છે.

image socure

આ જગ્યા થાઈલેન્ડના દક્ષિણ ભાગમાં આવેલી છે જેની સીમા મલેશિયાને લાગે છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં લાંબા સમયથી સોનાનું ખનન થતું રહે છે. આ એક મોટું કારણ છે જેના કારણે નદીમાં પાણીની સાથે સોનાના નાના નાના કણો રહેલા હોય છે.

image socure

નદીમાં કીચડમાં સોનાના અયસ્ક ભળેલા હોય છે. આસપાસના ગામના લોકો અહીં આવે છે અને નદીની માટીમાંથી સોનાને ચાડવાનું કામ કરે છે અને જે પણ સોનું એમને મળે છે એને પોતાની સાથે લાવેલા બેગમાં નાખીને ઘરે લઈ જાય છે. એવામાં આ નદી ઘણા લોકો માટે આજીવિકાનું મુખ્ય સાધન બની ચુકી છે.

image socure

ઘણા લોકો રોજ અહીંયા આવીને માટીમાંથી સોનું કાઢે છે અને એને વેચીને પોતાની રોજીરોટી ચલાવે છે. કોરોના વાયરસના કારણે થાઈલેન્ડના આ વિસ્તારમાં રહેતા ઘણા લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. એવામાં એ લોકો પણ અહીંયા આવીને સોનું શોધીને પૈસા કમાઈ રહ્યા છે

image socure

મહેનત કર્યા પછી અહીંયાંથી એટલા પ્રમાણમાં સોનું મળી જાય છે જેનાથી રોજનો ખર્ચ ચાલી શકે. એક રિપોર્ટમાં અહીંયા રહેતી સ્ત્રીઓ વિશે જણાવ્યું છે કે એ 15 મિનિટ અહીંયા મહેનત કરીને લગભગ 244 રૂપિયા કમાઈ લે છે.સ્ત્રીઓ આ કામ કરીને ખુશ પણ છે.