વિકી કૌશલ માટે પંજાબી દુલહન બનશે કેટરીના કેફ? એક્ટરની માટે ફાઈનલ કર્યો બ્રાઇડલ લુક

માત્ર બે દિવસ… કારણ કે બે દિવસ પછી બોલિવૂડની ગોર્જીયસ ડીવા કેટરિના કૈફ મિસમાંથી મિસિસ બનવા જઈ રહી છે. કેટરીનાના લગ્નના ફંક્શન આજથી શરૂ થઈ રહ્યા છે. મહેંદી અને સંગીત સમારોહ પછી, કેટરિના અને વિકી 9મી ડિસેમ્બરે ગ્રાન્ડ વેડિંગ કરીને કાયમ માટે એકબીજાનો હાથ પકડી લેશે.

image source

કેટરિના ફિલ્મોમાં દુલ્હન બનતા તો બધાં જોઈ જ ચુક્યા છે. પરંતુ હવે ફેન્સ અભિનેત્રીને રિયલ લાઈફમાં બ્રાઈડલ આઉટફિટ પહેરીને જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેટરિના તેના લગ્નમાં કેવો બ્રાઈડલ આઉટફિટ પહેરશે અને તેનો બ્રાઈડલ લુક કેવો હશે.

image source

કેટરિના કૈફના બ્રાઈડલ લૂકને લઈને બોલિવૂડ લાઈફના સૂત્રોને ટાંકીને પ્રકાશિત થયેલા સમાચારમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વિકી કૌશલના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે એક્ટરની માતા હંમેશાથી એવી ઈચ્છતી હતી કે એમના દીકરાની દુલહનિયા અને એમની થનાર વહુ પંજાબી બ્રાઇડલ લુક કેરી કરે

image source

સૂત્રએ વધુમાં જણાવ્યું કે કેટરિના તેના લગ્નમાં ફેશન ડિઝાઈનર સબ્યસાચીનો લાલ રંગનો લહેંગા પહેરશે. સૂત્રએ જણાવ્યું- જ્યારથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારથી કેટરિના કૈફ અને વિકી કૌશલની માતા એકબીજાની ખૂબ જ નજીક બની ગયા છે. બંને એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે.

image source

રિપોર્ટ અનુસાર કેટરીના કેફ લગ્ન પહેલા જ પોતાની સાસુને ઈમ્પ્રેસ કરી ચૂકી છે અને સાસુની ખુશી માટે પંજાબી વહુ બનવા માટે પણ તૈયાર છે.

image source

સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે વિકીની માતાએ કેટરિનાને કેટલાક બ્રાઇડલ લુક બતાવ્યા અને તેને પોતાના માટે એક લુક પસંદ કરવા કહ્યું. કેટરિનાએ તેમાંથી ઘણા ટ્રાય કર્યા અને પછી તેના ગ્રાન્ડ વેડિંગ માટે ફાઈનલ લુક પસંદ કર્યો. એવા પણ અહેવાલો છે કે પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ વ્હાઇટ વેડિંગ પણ કરશે.

image source

સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે કેટરિના અને વિકી તેમના લગ્નના માત્ર બે જ ફોટા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરશે, કારણ કે કપલે લગ્નના ફોટા અને ફૂટેજ ઇન્ટરનેશનલ મેગેઝિનને વેચ્યા છે. આ જ કારણ છે કે કપલના લગ્નમાં મહેમાનોને મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી, જેથી લગ્નના કોઈ ફોટા લીક ન થાય.

image source

કેટરીના ને વિકકીના લગ્ન સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં 9 ડિસેમ્બરે થશે. 7 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે સંગીત અને મહેંદી સેરેમનીનું ફંક્શન થશે