પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ જાય છે તો સ્ત્રીઓને મળે છે ખતરનાક સજા, જાણી લો આ ખતરનાક પરંપરા વિશે.

દુનિયામાં ઘણા બધા ખતરનાક રિવાજો અને પરંપરાઓ છે. તેમના વિશે જાણીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે. દુનિયામાં ઘણા એવા દેશ છે જે પોતાની ઓળખ સાચવીને રાખવા માંગે છે. ઘણા દેશોની સરકારોએ એમને ત્યાંના આવા ઘણા રિવાજો અને પરંપરાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશો એવા છે જ્યાં વિચિત્ર પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આજે અમે તમને એક દેશની આવી પરંપરા વિશે જણાવીએ છીએ, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

image soucre

શું તમે જાણો છો કે દુનિયાના એક દેશમાં જ્યારે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય તો ઘરની મહિલાની આંગળીઓ કાપી નાખવામાં આવે છે. આજે પણ દુનિયાના એક દેશમાં આ ખતરનાક પરંપરાનું પાલન કરવામાં આવે છે. કોઈની આંગળીમાં સહેજ પણ ઈજા થાય તો કેટલું દુઃખ થાય છે. જ્યારે આ દેશમાં કોઈ સ્ત્રીને પોતાની આંગળીઓ કપડાવવી પડે ત્યારે તેને કેટલી અસહ્ય પીડા થતી હશે. તો ચાલો જાણી લઈએ આ એકદમ વિચિત્ર પરંપરા વિશે…

image soucre

આપણે જાણીએ જ છે કે જો પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેને ઘણું દુઃખ સહન કરવું પડે છે. લોકો પીડાને હળવી કરવા તેમની પડખે ઉભા રહે છે. પરંતુ ઈન્ડોનેશિયામાં એક એવી જનજાતિ છે જેની મહિલાઓને તેના પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય તો તેનાથી પણ વધુ પીડા સહન કરવી પડે છે. જો પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય તો ત્યાંની મહિલાઓએ પોતાની આંગળીઓ કાપી નાખવી પડે છે.

image soucre

એક રિપોર્ટ અનુસાર દાની જનજાતિની મહિલાઓને પરિવારના સભ્યના મૃત્યુની પીડાની સાથે સાથે શારીરિક પીડા પણ સહન કરવી પડે છે. ઇન્ડોનેશિયનમાં, આ જાતિની મહિલાઓ ધાર્મિક વિધિઓ માટે આંગળીઓના ઉપરના અડધા ભાગને કાપી નાખે છે.

image soucre

એવું માનવામાં આવે છે કે પરિવારમાં કોઈ સભ્યના અવસાન પછી સ્ત્રીની આંગળી કાપી નાખવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા દૂર રહે છે. અમુક બાળકોની આંગળીઓ પણ માતાઓએ કાપી નાખી હતી. આ એકીપ્લીન પરંપરા પર સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ આ પરંપરા હજુ પણ ગુપ્ત રીતે ચાલુ છે.

image socure

આ જનજાતિની વસ્તી અઢી લાખ છે. તે પશ્ચિમ ન્યુ ગિનીના ઉચ્ચ પ્રદેશોમાં રહે છે. આ જાતિના માણસો મૃતકોની મમી બનાવીને રાખે છે.