7560 અરબ રૂપિયા દાન કરી વિશ્વના સૌથી મોટા પરોપકારી બન્યા જમશેદજી ટાટા

દાન અને ધર્મની વાતમાં ભારતીયોનો દુનિયાભરમાં કોઈ મુકાબલો નથી આ વાત એક તાજેતરમાં આવેલા રિપોર્ટ પરથી સાબિત થઇ ચૂકી છે. હુરુણ રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશને તાજેતરમાં જાહેર કરેલા એક રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી વધુ દાન કરનાર 50 વ્યક્તિઓમાં ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટા સૌથી ઉપર છે. છેલ્લી એક સદીમાં તેમણે 102 અરબ ડોલર દાન કરી દુનિયાનો સૌથી મોટા પરોપકારી નું સ્થાન મેળવ્યું છે. દાનની આ રકમ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ છે.

image source

ટાટા સમુહે હવે નમકથી લઈને સોફ્ટવેર બનાવવા સુધીનું એક ઉદ્યોગ સમૂહ બની ચૂક્યો છે તેના સ્થાપક જમશેદજી ટાટા હતા. તેમણે પરોપકારના મામલે બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા જેવી બીજી દિગ્ગજ વ્યક્તિઓને પણ પાછળ છોડી દીધી છે. આ લિસ્ટમાં રોકાણકાર વોરન બફેટ 37.4 અરબ ડોલર, જોર્જ સોરોસ 34.8 અરબ ડોલર અને જોન ડી રોકફેલર 26.8 અરબ ડોલરના દાન સાથે યાદીમાં સ્થાન ધરાવે છે.

image source

હુરૂન પ્રેસિડેન્ટ અને ચીફ રિસર્ચ રુપર્ટ હુગવેફ નું કહેવું છે કે ભલે છેલ્લા કેટલાક દાયકાથી અમેરિકી અને યુરોપીય હસ્તીઓ પરોપકારના મામલે દુનિયા પર હાવી રહી. પરંતુ ભારતના ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટા દુનિયાના સૌથી મોટા પરોપકારી વ્યક્તિ છે. જમશેદજી તાતાએ એર ઇન્ડિયાની પણ સ્થાપના કરી હતી. તેમણે 1870માં સેન્ટ્રલ ઈન્ડિયા સ્પિનિંગ વીવિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીથી શરૂઆત કરી હતી. ત્યારબાદ 1892માં તાતા ટ્રસ્ટની શરૂઆત થઇ હતી. તેમના માટે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વન મેન પ્લાનિંગ કમિશન તરીકે ના શબ્દનો ઉલ્લેખ કરતા હતા.

image source

જો કે દાનની બાબતમાં ટાટા ગ્રૂપ આજે પણ દેશની અન્ય કંપનીઓ કરતાં સૌથી આગળ છે. જમશેદજી ટાટાની જેમ જ રતન ટાટાએ પણ દાન આપવામાં કોઈ કસર છોડી નથી તાજેતરમાં જ જ્યારે દેશ પર કોરોના નું સંકટ આવ્યું ત્યારે ટાટા ગ્રૂપ દ્વારા 1500 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટાટા ગ્રુપ તરફથી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અવારનવાર દાન કરવામાં આવે છે.

image source

ટાટા ગ્રુપ તેમના કર્મચારીઓને સંભાળ લેવા મામલે પણ પ્રખ્યાત છે ટાટા ગ્રૂપના કર્મચારીઓને શિક્ષણ આરોગ્ય સહિતની બાબતોમાં પણ ઘણા ફાયદા આપવામાં આવે છે. કર્મચારીઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ખાસ સ્કોલરશીપ પણ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ અનુસાર આ ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાએ તેની સંપત્તિમાંથી એક તૃતિયાંશ ભાગ ટ્રસ્ટના નામે કરી દીધો છે. આ રકમનો ઉપયોગ હેલ્થ કેર, એજ્યુકેશન સેક્ટરમાં કરવામાં આવે છે. તેમણે 1892 થી જ દાન કરવાની શરૂઆત કરી દીધી હતી. જે વારસો રતન ટાટાએ આજ સુધી જાળવી રાખ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!