જાણો શા માટે આ મંદિરમાં રોજ બને છે હજારોની સંખ્યામાં શિવલિંગ ? જાણો ક્યાં આવ્યું છે અને શું છે રહસ્ય

ભગવાન શિવનો પ્રિય એવું પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ શિવમય બની ભોળાનાથની આરાધના કરતા જોવા મળે છે. આ માસ માં શિવજી ની અલગ અલગ રીતે આરાધના કરવામાં આવે છે. કોઈ સમજીને રોજ દૂધ ચડાવે છે તો કોઈ બીલીપત્રથી તેમની પૂજા કરે છે, કેટલાક ભક્તો રુદ્રી કરે છે તો કેટલાક શિવલિંગનું નિર્માણ કરી શિવજીની આરાધના કરે છે. આવું જ એક અનોખું મંદિર રાજસ્થાન માં આવ્યું છે જ્યાં રોજ હજારોની સંખ્યામાં શિવલીંગ બનાવવામાં આવે છે.

image soucre

રાજસ્થાનના પાલી માં શ્રાવણ મહિનામાં શિવભક્તો અનોખી રીતે શિવજીની આરાધના કરે છે. રાજસ્થાનના પ્રસિદ્ધ એવા પરશુરામ મહાદેવ ખાતે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં પૌરાણિક માન્યતા અનુસાર પૂજા કરે છે. આ અનોખી રીત એવી છે કે નહીં રોજ સાત હજાર માટીના શિવલીંગ બનાવવામાં આવે છે.

image soucre

ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા અને પોતાની મનોકામના પૂર્તિ માટે ભક્તો રોજ અહીં પૂજારીની દેખરેખમાં પૂજા-અર્ચના કર્યા પછી શિવલિંગને પરશુરામ મહાદેવ કુંડમાં વિસર્જિત કરે છે. શ્રાવણના મહિનામાં આ રીતે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ પુરાણોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં માટી થી બનેલા શિવલિંગનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે.

image soucre

શિવપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી સમસ્યાઓનું નિવારણ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. અહીંના આચાર્ય રોજ અંદાજે પાંચ હજાર માટીના શિવલિંગ ભક્તો માટે બનાવે છે.

image soucre

આ શિવલિંગ બનાવવા માટે તળાવ કે નદીની માટી નો ઉપયોગ કરવામાં આવે છે. શિવલિંગ બનાવવામાં માટી ઉપરાંત ગોળ, માખણ અને દુધ પણ ઉમેરાય છે અને તેમાંથી ત્રણ ઇંચ નું શિવલિંગ બનાવવામાં આવે છે. આ શિવલિંગને ફૂલ અને ચંદનનું શણગાર કરવામાં આવે છે જ્યારે શિવલિંગ બનતું હોય છે ત્યારે પણ સતત શિવ મંત્રનો જાપ કરવામાં આવે છે.

image soucre

આ શિવલીંગ બનાવતા પંડિઓનું કહેવું છે કે તેને બનાવવા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આ શિવલિંગની પૂજા સ્ત્રી, પુરુષ બંને કરી શકે છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે પાર્થિવ શિવલિંગનું પૂજન કરવાથી તમામ દુઃખ દૂર થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પાર્થિવ શિવલિંગ સામે શિવ મંત્રનો જાપ કરી શકાય છે તેનાથી રોગથી મુક્તિ મળે છે.