જો તમે મા બનવાના હોવ તો પતિને આ 10 અલગ અંદાજમાં આપો ગુડ ન્યૂઝ, થઇ જશે એકદમ ખુશ-ખુશ

જો તમે માતા બનવાના હોય તો પતિને આ 10 અલગ અંદાજમાં આપો ગુડ ન્યૂઝ.

મેરિડ લાઈફની સૌથી મોટી ગુડ ન્યૂઝ હોય છે માતા બનવાની ખબર. જો તમે પણ માતા બનવાના હોય તો પતિને આ ગુડન્યુઝ કંઈક સ્પેશિયલ અંદાજમાં આપો. પતિને અમુક એવા કલુ આપો જેનાથી એમને ખબર પડી જાય કે તમે માતા પિતા બનવાના છો. તમારું આ સ્પેશિયલ સરપ્રાઈઝ એમને ખૂબ જ ગમશે. તો ચાલો જાણી લઈએ એ વિશે વધુ વિગતો.

image source

બદલાતા સમયની સાથે જ સ્ત્રીઓના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. જ્યાં એક બાજુ પહેલાના જમાનામાં સ્ત્રીઓ માતા બનવાના સમાચાર મળતા જ શરમાઈને પોતાના રૂમમાં જતી રહેતી હતી તો આજકાલ સ્ત્રીઓ અલગ અલગ રીતે પતિને આ ગુડન્યુઝના સરપ્રાઈઝ આપવાનું પસંદ કરે છે. આ ખાસ પળને તમે કઈ રીતે યાદગાર બનાવી શકશો ચાલો જાણી લઈએ.

જો તમે માતા બનવાના હોય તો પતિને આ 10 અલગ અંદાજમાં આપો ગુડન્યુઝ.

1. ડિનરને બનાવો ખાસ

જો તમારા પતિ ખાવાના શોખીન હોય તો રાતના ભોજનમાં ખાસ એમની પસંદની વાનગી બનાવો. સાથે જ ટેબલ પર એક નાની પ્લેટ પણ સજાવી દો. ટેબલ પર એક્સ્ટ્રા પ્લેટ, એ પણ બાળકોવાડી જોઈને પતિને ખબર પડી જશે કે તમે એમને શુ ગુડન્યુઝ આપવા માંગો છો. તમારી પ્રેગ્નનસીની ખબર આ રીતે જણાવવાથી પતિ તમારા પર વધુ પ્રેમ વરસાવશે.

image source

2. સુન ટૂ બી ડેડી કેપશન વાળી ટીશર્ટ ખરીદો.

પતિને તમારા માતા બનાવની ગુડન્યુઝ આપવા માટે એવી ટી શર્ટ ખરીદો જેના પર ડેડી કે સુન ટુ બી ડેડી લખ્યું હોય. આ ટીશર્ટ પતિને ગિફ્ટ કરીને તમે તમારા માતા બનવાનું સરપ્રાઈઝ આપી શકો છો.

3. બેબી ઓન બોર્ડનું સ્ટીકર લગાવો.

પતિ સાથે જ્યારે કારમાં જાઓ તો કારમાં બેસતા પહેલા એના પર બેબી ઓન બોર્ડનું સ્ટીકર લગાવી એમને સરપ્રાઈઝ આપો. આવું કરવાથી એમને એ સમજવામાં વાર નહિ લાગે કે તમારા બંને સિવાય હવે કોઈ ત્રીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનું છે.

image source

4. પ્રેગ્નનસી રિપોર્ટ ગિફ્ટ કરો.

પોઝિટિવ પ્રેગ્નનસી અને સોનોગ્રાફી રિપોર્ટને સારી રીતે ગિફ્ટ રેપ કરીને સવાર સવારમાં બેડ ટી અને ન્યૂઝ પેપર સાથે પતિની સામે મૂકી દો. સવારની પહેલી કિરણ સાથે આટલી મોટી ગુડન્યુઝ તમારા પતિને ખુશીઓથી ભરી દેશે.

5 બેડરૂમને આવી રીતે સજાવો.

ઘરમાં નાનકડું મહેમાન આવવાનું છે એટલે ઘરને ખાસ કરીને બેડરૂમને એના અનુસાર શણગારો. એ માટે પતિના હાથમાં બેડરૂમ ડેકોરના સામાનનું લિસ્ટ આપી દો. લિસ્ટમાં બાળકના સમાનને જોઈને એમને તમારું ગુડન્યુઝનું સરપ્રાઈઝ મળી જશે.

image source

6 ખાટું ખાવાની ઈચ્છા દર્શાવો.

જ્યારે પતિ ઘરે આવવાના હોય તો એમને તમારા માટે કંઈક ખાટું લઈ આવવા માટે કહો. જ્યારે પતિ તમને અચાનક તમારી આવી ઈચ્છા પર સવાલ કરે તો તમે એમને ગુડન્યુઝ આપીને સરપ્રાઈઝ કરી શકો છો.

7 બેબી ફોટાથી ઘરને સજાવો.

સાંજે પતિ ઘરે આવે એ પહેલાં આખા ઘરને બેબી ફોટા અને રમકડાથી સજાવી નાનકડા મહેમાન આવવાની ગુડન્યુઝ આપવી એ એક સારો ઓપશન છે. તમે પતિને કઈ ન કહો, ઘરને બાળકોના ફોટાથી સજાવેલુ જોઈ પતિ જાતે જ એ અનુમાન લગાવવા દો કે આવું તમે કેમ કર્યું.?

image source

8 સ્ક્રીન પર બેબીનો ફોટો લગાવો.

પતિના લેપટોપ, મોબાઈલ વગેરેની સ્ક્રીન પર બેબીનો ફોટો લગાવવો પણ એમના માટે એક સારું સરપ્રાઈઝ બની શકે છે.

9 સોનોગ્રાફી રિપોર્ટથી સરપ્રાઈઝ આપો

જો તમારી પાસે પહેલો સોનોગ્રાફી રિપોર્ટ હોય તો એની કોપી કરાવીને પતિને ટીવી પર બતાવીને પણ સરપ્રાઈઝ આપી શકો છો.

10 ડોકટરને મળવા સાથે જાઓ.

જ્યારે ડોકટરને મળવા જાઓ તો રૂટિન ચેકઅપનું બહાનુ કરીને પતિને પણ સાથે લઈ જાઓ. પછી ચેકઅપ દરમિયાન સોનોગ્રાફીની કોપી બતાવીને પતિની સામે ગુડન્યુઝનો ખુલાસો કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *