પતિએ પૂછ્યુ કોની સાથે વાત કરે છે, પત્નીએ કહ્યું મારા નવા ધણી સાથે, અને પછી માથામાં મારી દીધો દસ્તો

ઘરકંકાસ લગભગ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે, પરંતુ જો તેના ડામી દેવાના બદલે સમયસર તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો ગંભીર સ્વરૂપ ઘારણ કરતા બચી શકાય છે. તમને અમદાવાદના આ કિસ્સા દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીએ. અમદાવાદના સાબરમતીમાં રહેતા એક પત્રકાર બહારથી ઘરમાં આવ્યા ત્યારે તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. આ સમયે પતિએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં પત્નીએ ગુસ્સે થઈને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરું છું અને તારે શું લેવાદેવા છે, આપણે તો હવે છૂટાછેડા લેવાના છે તેમ કહીને ઝઘડો કરીને રસોડામાંથી દસ્તો લઈને પતિને માથામાં ફટકારી દીધો હતો. આ અંગે પત્રકાર પતિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્ની તથા સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પત્નીને ફોન પર વાત કરતા જોઈને પતિએ પૂછ્યું, કોની સાથે વાત કરે છે?

image soucre

સાબરમતી ચેનપુરમાં કેશવવિલા ફલેટમાં રહેતા અને ગાંધીનગર જિલ્લામાં ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતા વિરલગિરિ જયંતિગિરિ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર શુક્રવારે રાતના નવેક વાગ્યાના સુમારે તેઓ કામ પરથી ઘરે આવ્યા બાદ તેમની પુત્રીને લઈને ફલેટના કંપાઉન્ડમાં ફરવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને જોયું તો તેમની પત્ની રીનાબેન ફોન પર વાત કરતા હતા. જેથી વિરલગિરિએ પૂછપરછ કરી હતી કે, તું કોની સાથે ફોનમાં વાત કરે છે જેથી રીનાબેન એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરુ છું અને તારે શું લેવાદેવા છે અને આપણે તો હવે છૂટાછેડા લેવાના છે. જે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

સાળીએ પણ ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યું

image soucre

દરમિયાન બોલાચાલીનો અવાજ સાંભળીને તેમની સોસાયટીના ચેરમેન તેમના ઘરે આવ્યા હતા અને સમજાવટ કરતા હતા. તે વખતે વિરલગિરિની સાળી મોનાબેન તેમની સાથે ઝપાઝપી કરવા લાગી હતી અને કહ્યું હતું કે, તું તારી માતાને લઈને ઘરની બહાર નીકળી જા, આ વખતે પત્ની રીનાબેને રસોડામાંથી ખાંડણીનો દસ્તો લઈને આવી વિરલગિરિના માથામાં મારી દીધો હતો અને કહ્યું હતું કે, આજે તો તને છોડીશ નહીં. ઈજાગ્રસ્ત વિરલગિરિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં સાબરમતી પોલીસ સમક્ષ તેમણે પત્ની રીનાબેન તથા સાળી મોનાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ ફરિયાદ નોંધાવી ત્યારથી ઝઘડા થાય છે

image soucre

પોલીસ ફરિયાદ અનુસાર વિરલગિરિએ આ અગાઉ તેમની પત્નીના માસા, મામા તથા માસી વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે.

હવે જો આ ઘરકંકાસનો સમયસર નિકાલ આવી ગયો હોત તો કદાચ આજે આ દિવસ ન જોવો પડી હોત.