ભરૂચ: પત્ની પર વહેમ રાખીને કુહાડી લઇ તૂટી પડ્યો પતિ, અને પછી પતિએ પણ ભર્યું હિચકારૂં પગલું, પૂરી ઘટના વાંચીને તમને પણ આ નફ્ફટ પતિ પર આવી જશે ગુસ્સો

ભરૂચમાં એક પતિએ પોતાની પત્નીને કુહાડીના ઘા મારીને હત્યા કરી દીધી, ત્યાર બાદ જાતે જ ગળે ફાંસી લગાવીને જીવન ટુંકાવી દીધું.

પતિને પોતાની પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધ હોવાનો શંકા થતી હોવાના કારણે બંને વચ્ચે અવાર- નવાર ઝઘડા થતા હતા.

image source

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામમાં એક શંકા કરનાર પતિએ પોતાની પત્નીને કુહાડીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર પછી પતિએ પોતે પણ ગળે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક આવી પહોચી હતી. આ બનાવ બન્યા પછી આખા પંથકમાં હોબાળો મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પતિને પોતાની જ પત્નીના અનૈતિક આડા સંબંધો હોવાની શંકા થતી હોવાથી વારંવાર ઝઘડા કરતા હતા.

image source

ગામમાં રહેતા લોકોને આ બનાવની જાણ થતા જ ગામના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગામના લોકોએ ઘાયલ થયેલ પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી, ત્યારે જ આ મહિલાના પતિ ગણેશ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની બાતમી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી.

image source

ત્યાર બાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે આવીને આ બનાવ વિષે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પતિ ગણેશ વસાવા પોતાની પત્નીની સાથે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામમાં નિવાસ કરે છે.

image source

પતિ ગણેશ વસાવાએ પોતાની પત્ની સુશીલા વસાવાને રાતના સમયે ઊંઘ માંથી ઉઠાડી દીધી હતી અને અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધો કેમ રાખે છે તેવું કહીને ઝઘડા કરતા રહેતા હતા અને પત્ની સુશીલાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલ પતિ ગણેશ વસાવાએ ઘર માંથી કુહાડી લાવીને પત્ની સુશીલાના માથા અને શરીરના ભાગો પર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા અને ત્યાર બાદ ભાગી ગયો હતો.

image source

આ ઘટનાની જાણ થતા જ પડોશીઓ પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ પત્ની સુશીલા વસાવાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં જ બીજી બાજુ પત્ની પર હુમલો કરીને ભાગી ગયેલ પતિએ ગામમાં આવેલ મહુડાના ઝાડ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થેલ પહોચી જાય અને ગુનાની નોંધ કરીને તપાસ આગળ વધારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત