પેટમાં દુઃખે તો તરત જ આ 5 વસ્તુઓ ખાવાનું બંધ કરીને આ 2 દેશી ઉપાયોથી મેળવો રાહત

અત્યારે ચોમાસામાં પેટ અને પાચન ની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. ખોધેલો ખોરાક બરાબર પચતો ન હોવાથી કે પછી આચર કુચર ખાવાથી ઘણાં લોકોને પેટમાં દુખાવો થાય છે, અને તે વધી જાય છે. તો આ સમસ્યા માટે બેસ્ટ ઉપાય જાણી લો.

પેટમાં દુખાવા ની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે. ખરાબ ખાનપાન અને અન્ય કોઈ હેલ્થ પ્રોબ્લેમ ને કારણે ઘણાં લોકો ને પેટમાં દુખાવા ની સમસ્યા રહેતી હોય છે. જેને ઠીક કરવામાં માટે ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો, અને જો તેનાથી પણ ફરક ન પડે તો ડોક્ટર ને બતાવવું જોઈએ.

image source

પણ શું તમે જાણો છો કે પેટમાં દુખાવા ની સમસ્યા થતી હોય તો કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, નહીં તો તમારી આ સમસ્યા વધી શકે છે, અને પેટમાં દુખાવો મટવામાં પણ વધુ સમય લાગી શકે છે. તો ચાલો આજે જાણી લો પેટમાં દુખાવા ની સમસ્યામાં શું ન ખાવું.

પેટમાં દુખે તો આ વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ

મસાલેદાર ખોરાક

પેટમાં દુખાવો થતો હોય એવામાં મસાલેદાર ખોરાક ખાવામાં આવે તો પેટમાં બળતરા ની સમસ્યા પણ થઈ શકે છે, અને તેના કારણે પેટ દર્દ પણ વધી શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ

image source

પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે, અને પેટમાં દુખાવા ની સમસ્યા રહેતી હોય અને એવામાં જો તમે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ તો તેમાં રહેલાં કેમિકલ્સ તમારા પેટ ને વધુ નુકસાન કરી શકે છે, અને પેટનું દર્દ પણ વધારી શકે છે.

એસિડવાળા ફૂડ્સ

એસિડિક ફૂડ્સ જેમ કે પાઈનેપલ, નારંગી અને ટામેટાં વગેરે નું સેવન પેટ દર્દ ની સમસ્યામાં ન કરવું જોઈએ. કારણ કે તેનાથી પેટ દર્દ ની સમસ્યા વધી શકે છે.

કેફીન થી દૂર રહેવું

પેટમાં દુખાવો થતો હોય ત્યારે ચા, કોફી, ગ્રીન ટી, આલ્કોહોલ વગેરે કેફીન વાળી વસ્તુઓ થી દૂર રહેવું નહીં તો પેટમાં દુખાવા ની સમસ્યા વધી શકે છે.

હાઈ ફાયબર

image source

પેટમાં દુખાવો થતો હોય ત્યારે હાઈ ફાયબર ફૂડ્સ ખાવા થી ટોયલેટ લાગે છે, અને તેના કારણે પેટમાં દુખાવા ની સમસ્યા વધી શકે છે. જેથી આ સમયે લાઈટ ખોરાક જ લેવો જોઈએ.

દવાઓ વિના આ ઉપાયથી મટાડો પેટનો દુખાવો

આદુ ગુણો નો ખજાનો છે. આદુમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી જો તમારી પેટ ખરાબ હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો આદુ ઔષધી નું કામ કરે છે. તમે જમ્યા પહેલાં એક ટુકડો આદુ ખાઈ શકો છો, અથવા તો પેટમાં દુખે ત્યારે આદુ ના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.

પેટના રોગો માટે વરિયાળીને પણ બેસ્ટ માનવામાં આવે છે. એટલે જમીને મુખવાસમાં વરિયાળી ખાવામાં આવે છે. વરિયાળી પેટ દર્દ, પેટમાં ગેસ, પેટમાં બળતરા, પેટમાં સોજા ની સમસ્યા ને ખતમ કરે છે. તમે વરિયાળી ની ચા બનાવીને પણ પી શકો છો. પેટ દુખે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!