તમે પણ લઈ રહ્યા છો મોદી સરકારની આ યોજનાનો લાભ, તો જાણી લો આ કામની વાત, નહીં તો થશે જેલ

મોદી સરકારે દેશના લાભાર્થે અનેક યોજનાઓ લોન્ચ કરી છે. કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકાર સતત લોકોને આર્થિક તંગીથી બચાવવાની કોશિશ કરી રહી છે. અનેકવાર આ યોજનાનો લાભ એ લોકો પણ લઈ રહ્યા હોય છે જેઓ તેના હકદાર હોતા નથી. પરંતુ આ વખતે સરકાર દગાખોરીથી બચવા માટે લાભાર્થીઓ પર એક્શન લેવા માટે કમર કસી રહી છે. જો તમે પણ આ ભૂલ કરી છે તો તમને જેલની સજા થઈ શકે છે.

કિસાન ખાતામાં સીધી જાય છે રકમ

image source

ખાસ કરીને પીએમ કિસાન યોજનાના આધારે એક સમ્માન નિધિથી નાના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ હપ્તામાં આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ રકમ સીધી ખેડૂતોના નક્કી ખાતામાં જમા કરવામાં આવે છે. મુખ્યમંત્રી કૃષિ આર્શિવાદ યોજનાનો લાભ ઝારખંડના પૂર્વ સિંહભૂમિ જિલ્લામાં પૂર્વની રધુવર સરકારે શરૂ કર્યું હતું. તેના લગભગ 90 હજાર લાભાર્થીઓ તૈયાર થઈ ચૂક્યા છે.

પીએમ કિસાન યોજનામાં વિશેષ પ્રાવધાન

image source

પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં ઈદના અવસરે આઠમો હપ્તો જમમા કર્યો હતો. દેશના ગરીબ 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના આધારે લગભગ 20 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. પીએમ કિસાન યોજનામાં આ નિયમ બનાવાયો છે કે જો કોઈ ખેડૂત પહેલી વાર યોજનામાં લાભ લે છે તો તેને 2000ની રકમના 2 હપ્તા એકસાથે મળે છે. ઝારખંડમાં 2019સુધી મુખ્યમંત્રી કિસાન સમૃદ્ધિ યોજના લાગૂ હતી. જેમાં પૂર્વ સિંહભૂમિ જિલ્લાના લગભગ 1 લાખ ખેડૂતો જોડાયા હતા.

સરકાર કરી રહી છે તપાસ

image source

કિસાન યોજનાના આધારે થયેલા ગોટાળાને લઈને હવે સરકાર કડક પગલા લઈ રહી છે. સરકાર એવા લોકોની તપાસ કરી રહી છે જે આ યોજનાને લાયક નથી અને તેમ છતાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા છે કે તેમના નામ આધારથી લિંક છે અને આધારને પાન કાર્ડ સાથે પણ લિંક કરાયા છે. આ રીતે તેમની આવકની સરકારને જાણકારી મળી રહે છે. પૂર્વ સિંહભૂમિ જિલ્લાના અનેક એવા લોકોની ઓળખ થઈ છે જેઓ આ યોજનાને માટે પાત્રતા ધરાવતા નથી તો પણ તેઓ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ તમામ લોકો પર દગાખોરીનો કેસ કરવામાં આવી રહ્યો છે. આ માટે તેમને દંડ અને જેલની સજા પણ થઈ શકે છે.

image source

જો તમે પણ ખોટી રીતે મોદી સરકારની કોઈ પણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સચેત થઈ જાઓ નહીં તો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી શકો છો.