ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલની મેચ રમવા સૌરાષ્ટ્રના કિશોરને કંઠી કાઢવા કહ્યું, સંત્સગી બાળકે આપ્યો સણસણતો જવાબ

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન રહેતા શુભ પટેલને માત્ર એટલા માટે ફૂટબોલ રમવા ન દીધો કારણ કે તેમણે તુલસીની કંઠી (માળા)પહેરી હતી. 12 વર્ષીય શુભને માળા હટાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેનો તેણે ઇનકાર કર્યો હતો.

shubh-patel
image source

ઓસ્ટ્રેલિયા ટુડેના સમાચારો અનુસાર, રેફરીએ શુભને માળા હટાવવા માટે કહ્યું પરંતુ શુભ તેની સાથે સહમત ન થયો. શુભ પાંચ વર્ષની ઉંમરથી જ માળા પહેરી રહ્યો હતો. મીડિયા સાથે વાત કરતા શુભે કહ્યું, માત્ર એક ફૂટબોલ મેચ રમવા માટે હું મારા ધર્મનું અપમાન ન કરી શકુ. નોંધનિય છે કે, સનાતન પરંપરામાં, પૂજામાં પ્રસાદ અને જાપ માટે ઉપયોગમાં લેવાતી તુલસીની માળા પહેરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વામિનારાયણના ભક્ત શુભે આગળ કહ્યું, જો મેં કંઢી કાઢી નાખી હોત, તો તે સમયે ભગવાનને લાગ્યું હોત કે મને તેમના પર વિશ્વાસ નથી.

image source

શુભ ભારપૂર્વક કહ્યું કે કંઠી તેને આત્મવિશ્વાસ આપે છે અને તેને સુરક્ષિત અનુભવે છે. આ પછી, શુભ એક ખૂણામાં બેસીને તેની ટીમને રમતા જોવા લાગ્યો. આ પહેલીવાર હતું જ્યારે શુભને તેની માળા ઉતારવાનું કહેવામાં આવ્યું. અહેવાલો સૂચવે છે કે તેણે માળા પહેરીને 15 મેચ રમી છે અને એક પણ વખત તેના કોચ અથવા સાથી ખેલાડી દ્વારા માળા હટાવવા માટે કહેવામાં આવ્યું ન હતું.

image soure

શુભ ટુવોંગ ક્લબનો સભ્ય છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં કંઠી (માળા) ઉતારવાની મનાઈ છે. ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફાએ ખેલાડીઓને ગળાનો હાર, વીંટી, કડા, કાનની બુટ્ટીઓ વગેરે પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તુલસીની માળા આ યાદીમાં નથી. જ્યારે આ મામલો મીડિયા સમક્ષ આવ્યો ત્યારે ફૂટબોલ ક્વીન્સલેન્ડએ આ મામલાની તપાસ કરાવી અને શુભના પરિવારની માફી માંગી.

image source

ફૂટબોલ ક્વીન્સલેન્ડે કહ્યું કે ફૂટબોલની રમત આપણા પ્રાંતમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેણે તમામ ધર્મો અને સંસ્કૃતિઓના લોકોને આદર આપ્યો છે. આ પછી, શુભને તુલસીની માળા પહેરીને રમવાની મંજૂરી આપવામાં આવી. તમને જણાવી જઈએ કે શુભનો પરિવાર મૂળ ગુજરાતનો છે. મૂળ ભાવનગરના સિંહોર નજીકના ગામના રહેવાશી હિમાંશુ પટેલ છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે રહે છે. તો બીજી તરફ આ પરિવારના 12 વર્ષના બાળકે ફૂટબોલ રમતી વેળાએ કંઠી પહેરેલી હોવાથી તેને મેચ રમવા માચે મનાઈ કરવામાં આવી જેને લઈને આ વિવાદ સામે આવ્યો.