સુરતનો કિસ્સો, પિતા વગરની દીકરીએ એક જ વાત કહી અને માતાને 90 ટકા ફેફસાં ડેમેજ છતાં કોરોનાને મ્હાત આપી

કોરોના ભલે આખા દેશમાં વકરી રહ્યો હોય પણ અલગ અલગ કિસ્સા સામે આવે છે એ જોઈને પણ ઉત્સાહ વધી જાય એવો છે. લોકોને હાલમાં ખરેખર પોઝિટિવ વાતાવરણની જરૂર છે. કારણ કે નેગેટિવ વિચારોને કારણે જ લોકોનાં મનમાં ભય ફેલાતો જોવા મળે છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતથી. સુરતના 45 વર્ષનાં નીતા મહારાજવાલા કોવિડને હરાવી 30 દિવસ પછી ઘરે પરત ફર્યાં છે અને લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે નીતાબેનની હાલત એવી થઈ ગઈ હતી કે તેણે મોતને 2 વાર નજીકથી જોયું હતું. ફેફ્સાંમાં 90 ટકા ઇન્ફેકશન સાથે નળી બ્લોકેજવાળા દર્દી પણ કોરોનાથી સાજા થયાં છે એવા કિસ્સા સામે આવ્યા છે. કોરોનાથી જંગ જીતીને નીતાબેન કહે છે,‘એક વર્ષ પહેલા મારા પતિનું મૃત્યુ થયું હતું. મારી દીકરી મને કહેતી કે મમ્મી ડરતાં નહીં, તમારી હિંમત જ તમને કોરોના સામે જિવાડશે. આખી રાત મોઢા તેમજ નાકમાંથી લોહી નીકળતું હતું ત્યારે ડોક્ટર્સ અંદર અંદર વાત કરતા હતા કે દર્દીની છોકરી ખૂબ વિનંતી કરી રહી છે કે ગમે તે થાય, મારાં મમ્મીને જિવાડી દેજો. બસ આ વાત મેં સાંભળી લીધી હતી.

નીતાબહેન પોતાની વાત કરે છે કે મારી દીકરીના આ વાત યાદ આવી અને નક્કી કરી લીધું કે મારે મારી દીકરી માટે પરત ફરવાનું જ છે અને મારે આ જંગ જીતવાની જ છે. સૌથી વધારે હિંમત મને ડોક્ટરે આપી હતી. તેઓ મને વારંવાર કહેતા કે તમે ઘણા હિંમતવાન છે,. નીતાબેન કહે છે કે, હું ધો.11માં હતી ત્યારે ડો.છતવાનીના પિતાની સારવારને કારણે જીવી ગઈ હતી. જેઠ-જેઠાણી બાદ હું પોઝિટિવ આવી. પહેલી વખત 60થી 65 ટકા ઇન્ફેક્શન હતું.

image source

જો નીતાબેનની સારવાર અને તેમની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો રેમડેસિવર, સ્ટિરોઈડ, વૅન્ટિલેટર, ટોસિલિઝુમેબ, બાયપેપ બધું આપ્યું. સીટી સ્કેનમાં જણાયું કે 90 ટકા ફેફસાં ડેમેજ હતાં, સાથે પલ્મોનરી થર્મ્બોલિસિસ થઈ ગયું હતું, જેમાં ક્લોટ થવાથી ફેફ્સાંમાં બ્લડ સપ્લાય નહિ થાય, જેને કારણે ફેફસાંની નસો બ્લોક થતાં તકલીફ વધી. આખી રાત મારા મોઢામાંથી અને નાકમાંથી સતત લોહી નીકળતું હતું. મને થયું કે હવે હું પરત ફરીશ નહિ, પણ થર્મ્બોલિસીસની દવા આપી જેનાથી નસ ખૂલી ને હું જીવી ગઈ. હવે નીતાબેન લોકો માટે એક દાખલો બનીને ઉભરી આવ્યા છે.

image source

ડો.ચિરાગ છતવાની પણ આંનદ સાથે વાત કરતાં કહે છે કે થોડા વર્ષો પૂર્વે મારા પિતાએ જે દર્દીનો જીવ બચાવ્યો હતો તેમને ફરી અત્યારે આટલા વર્ષ પછી સિવિયર કોરોના હોવાથી એડમિટ કરાયા અને મારા હસ્તક તેમની સારવાર શરૂ કરાઈ. બીજા રિપોર્ટમાં ઇન્ફેક્શન 90 ટકા જણાતાં બચવાની શક્યતા ઓછી હતી. પણ બચાવી શક્યો એનો આનંદ ખુબ જ છે. આ સિવાય વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે,

image source

જેમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં ફક્ત 2 ટકાને જ ઓક્સિજન અને 5 ટકાને જ રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે, પરંતુ પેનિકની ભારતીયોમાં ખૂબ જ ખરાબ ટેવ છે. હાલની કોરોના મહામારીમાં એ જ પેનિક સૌથી ભયાનક પરિણામ લાવે છે. આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે. પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડતી હોવાનું જાણવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!