ચીન અને ભારતના તણાવ વચ્ચે PM મોદીની સરપ્રાઇઝ વિઝિટ! જાણો શું કર્યુ

ચીન સાથે બોર્ડર પર ચાલતા વિવાદ વચ્ચે આજે વડાપ્રધાન મોદી અચાનક લેહ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ અણધાર્યો હતો. આ વાત જાણી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પીએમ મોદી સાથે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત પણ હાજર હતા. વડાપ્રધાન મોદીને સેના, વાયુસેનાના અધિકારીઓએ બોર્ડર સંબંધિત તમામ સ્થિતિ વિશે જણાવ્યું હતું.

image source

લેહના વોર મેમોરિયલ હોલ ઓફ ફેમ પહોંચી વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે સેનાના ઘાયલ જવાનો જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન મોદીએ અહીં જવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે આ તકે ભારતીય સૈનિકોના પરાક્રમની સરાહના કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ તેમના ભાષણમાં કેટલીક એવી વાતો કરી હતી જેની ગુંજ ચીનના કાને પણ પડી હશે.

image source

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે દેશની રક્ષા જ્યારે જવાનોના હાથમાં છે, તેમના મજબૂત ઈરાદામાં છે તો તેમને જ નહીં પરંતુ આખા દેશને અતુટ વિશ્વાસ છે અને દેશ નિશ્ચિંત પણ છે. તમારી ભૂજા એ પાષાણ કરતા પણ મજબૂત છે જે તમારી આસપાસ પથરાયેલા છે. સૈનિકોની ઈચ્છા શક્તિ આસપાસ પથરાયેલા પર્વતો જેવી અટલ છે.

image source

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે સૈનિકોનો જોશ, શૌર્ય અને માતા ભારતના માન-સન્માનની રક્ષા માટેનું તેમનું સમર્પણ અતુલનીય છે. જે કઠોર પરિસ્થિતિઓમાં જે ઊંચાઈ પર સૈનિકો તૈનાત થઈ અને ભારત માતાની ઢાલ બની તેની રક્ષા કરી રહ્યા છે, તેની સેવા કરી રહ્યા છે તેની તુલના વિશ્વમાં કોઈ કરી શકે નહીં.

image source

તેમણે એમ પણ કહ્યું હતું કે તાજેતરમાં સૈનિકોએ જે વીરતા દેખાડી હતી તેનાથી દુનિયાભરને સંદેશ મળ્યો છે કે ભારતની શક્તિ શું છે, ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને આજે ફરીથી શ્રદ્ધાંજલિ, તેમના પરાક્રમ અને તેમના સિંહનાદથી ધરતી પણ તેનો જયકાર કરે છે.

image source

પીએમ મોદીએ દેશના સૈનિકોના વખાણ કરતાં કહ્યું હતું કે 14 કોરની બહાદુરીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેમની શૌર્યગાથા ઘરેઘરમાં ગુંજી રહી છે. ભારતના દુશ્મનોએ તેમની ફાયર અને ફ્યૂરી બંને જોઈ લીધા છે. આજે દેશનો દરેક નાગરિક સૈન્ય સામે નકમસ્તક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અહીં કહેવાય છે વીર ભોગ્ય વસુંધરા એટલે કે વીર પોતાના શસ્ત્રની તાકાતથી માતૃભૂમિની રક્ષા કરે છે. આ સૂત્ર સૈનિકોની આંખ અને ચહેરા પર જોઈ શકાય છે.

image source

વડાપ્રધાન મોદીએ અંતમાં ઉમેર્યું હતું કે આપણે એ લોકો છીએ જે બાંસુરીધારી કૃષ્ણની પૂજા કરીએ છીએ અને સુદર્શન ચક્રધારી કૃષ્ણને આદર્શ માનીએ છીએ.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત