ફૂટબોલ ટીમના મિત્રોએ પોતાના મિત્રને આપી અનોખી અંતિમ વિદાઈ, વિડિઓ જોઈને તમે પણ થઇ જશો ભાવુક..

પોતાના જીવથી હાથ ધોઇ બેઠેલા મિત્ર પાસે પહેલા કરાવ્યો ગોલ, પછી તાબુતને ભેટીને આપી શ્રદ્ધાંજલિ, વિડીયો જોઈને આંખો થઈ જશે ભીની.

image source

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે ઘણી બધી એવી ખબરો વિશે જાણી શકીએ છે જેના વિશે કદાચ આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. આવો ક છોકરાઓનો ફૂટબોલ રમતો એક વિડીયો થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પણ જો તમે આ વીડિયો પાછળની હકીકત સાંભળીને કોઈ પણ રડી પડશે.

image source

તમે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે જમીન પર એક તાબુત મૂકેલું પડ્યું છે. આ તાબુતમાં Alexander lo despiden (છોકરાનું નામ) નું શબ મૂકેલું છે. Alexanderની હત્યા કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે Alexanderની હત્યા પાછળ પોલીસનો હાથ છે.આ વીડિયો કલીપ મેક્સિકોની છે, અને આને ટ્વીટર યુઝર એલેક્સ સ્ટોને શેર કરી છે.

આ વીડિયો સાથે એમને લખ્યું છે કે, “મેક્સિકોમાં એક 16 વર્ષના છોકરાની હત્યા કરી દેવામાં આવી છે. એ છોકરાના મિત્રો એના શબને એ જ જગ્યા એ લઈ આવ્યા છે જ્યાં એ છોકરાઓ Alexander સાથે ફૂટબોલ રમતા હતા.એકવાર ફરી એના મિત્રો એને છેલ્લી વાર સ્કોર કરવાની તક આપવા માંગતા હતા. મેં આજ પહેલા આવું થતું ક્યારેય જોયું નથી”

અમે તમને જણાવી દઈએ કે 54 સેકેન્ડના આ વીડિયોમાં જમીન પર એક તાબુત મુકેલુ દેખાય છે અને આ તાબુતને ચારે બાજુથી એના મિત્રોના ટોળાએ ઘેરી લીધું હતું જેની સાથે Alexander હંમેશા ફૂટબોલ રમતો હતો.

પછી એક છોકરો ફૂટબોલને તાબુત પડ્યું છે એ તરફ મારે છે અને પછી બોલ તાબુત ને અડીને સીધો ગોલ પોસ્ટમાં જતો રહે છે. આવું થતાંની સાથે જ ત્યાં ઉભેલા બધા જ છોકરાઓ ખુશીમાં ઉછળી પડે છે. અને પછી બધા જ છોકરાઓ એ છોકરાના તાબુતને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

આ વીડિયોને જોયા પછી કદાચ જ એવું બને કે તમારી આંખો ન પલળે. અત્યંત લાગણીશીલ આ વીડિયોને જોઈ ભલભલાની આંખના ખૂણા પલળી જાય. આ વીડિયોને અત્યાર સુધી 50 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.

ટ્વીટર પર એક યુઝર દ્વારા શેર થતાની સાથે જ આ વીડિયો વાયરલ થઈ ગયો. આ વીડિયો પર અત્યાર સુધી 13 હજારથી વધુ રિટ્વીટ અને 43 હજારથી વધુ લાઇક્સ આવી ચુક્યા છે. આટલું જ નહીં પણ લોકો આ વીડિયો પર જાત જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત