શ્રદ્ધાંજલિ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

લાંબા સમયથી બિમાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પંચમહાભૂતમાં વિલીન થયા છે. 31 ઓગસ્ટ 2020 ના રોજ બપોરે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી સમગ્ર દેશમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું હતું. આજે બપોરે 2:30 વાગ્યે દિલ્હીનાં લોધી શ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. સવારથી બપોરે 12 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું હતું.

image source

આ તકે અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સહિત દેશનાં વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના ફોટો પર પુષ્પ ચડાવીને તેમને નમન કર્યા હતા. સાથે જ સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખે પણ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના સન્માનમાં 7 દિવસનો રાજકીય શોક પાળવાની જાહેરાત કરી છે. સાથે જ પશ્ચિમ બંગાળની સરકારે પણ એક દિવસ રાજ્યમાં શોકની જાહેરાત કરી હતી.

image source

ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. જ્યારે આજે દિલ્હીના લોધી રોડ પર આવેલા સ્મશાન ઘાટ પર કોરોનાની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો આ તકે પીપીઈ કીટ પહેરીને જોવા મળ્યા હતા. તેમનો મૃતદેહ જે કોફીનમાં રાખવામાં આવ્યો હતો તેના પર રાષ્ટ્રધ્વજ ઓઢાળવામાં આવ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને બ્રેન ક્લોટિંગની સમસ્યા હતી જેની સર્જરી કરવા માટે તેમને દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ થયા ત્યારે જાણવા મળ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. આ વાત 10 ઓગસ્ટની છે. ત્યારબાદ તેમની સારવાર થઈ અને સર્જરી પણ કરવામાં આવી. પરંતુ સર્જરી બાદ તેમની તબિયતમાં સુધારો આવ્યો નહીં. તેઓ સર્જરી બાદ કોમામાં સરી પડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત