તમે પ્રેગનન્ટ છો અને રસી લેવાય કે નહિં એ વિશે અજાણ છો? તો જાણી લો આ વિશે શું કહેવું છે સરકારનું

શું ગર્ભવતી મહિલાઓએ લગાવવી જોઈએ કોરોના વાયરસની વેક્સિન? સરકાર દ્વારા આપવામાં આવ્યો આ જવાબ.

શું ગર્ભવતી મહિલાઓને કોરોના વેક્સિન લગાવવી જોઈએ કે નહી. એને લઈને કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થતા રહે છે. આવામાં હવે સરકાર દ્વારા એકવાર ફરીથી જણાવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓને વેક્સિન જરૂરથી લગાવવી જોઈએ કેમ કે આ ઘણી ઉપયોગી છે.

  • -ગર્ભવતી મહિલાઓના વેક્સિનેશન માટે જલ્દી જ દિશા- નિર્દેશ.
  • -વેક્સિનેશન ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી: ડૉ. ભાર્ગવ.
  • -કોરોના વાયરસને અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન.
image source

કોરોના વાયરસ સંક્રમણની મહામારી પર જીત મેળવવા માટે કેન્દ્ર સરકાર ઝડપથી લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. છેલ્લા દિવસોમાં એક દિવસમાં ૮૦ લાખ કરતા વધારે કોરોના વાયરસની વેક્સિન લગાવી દેવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકોની અંદર વેક્સિનને લઈને ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન પણ થાય છે કે, શ કોઈ ગર્ભવતી મહિલા છે તો તે વેક્સિન લગાવી શકે છે કે નહી. એને લઈને ઈન્ડીયન કાઉન્સિલ ફોર મેડીકલ રીસર્ચ (ICMR) એ જવાબ આપ્યો છે.

આઈસીએમઆરના ડાયરેક્ટર- જનરલ ડૉ. બલરામ ભાર્ગવએ જણાવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓને કોરોના વાયરસની વેક્સિન જરૂરથી લગાવવી જોઈએ, કેમ કે આ એમના માટે ઉપયોગી છે.

image source

‘ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી છે વેક્સિન.’

આઈસીએમઆરના ડાયરેક્ટર- જનરલ (ડીજી) ડૉ. બલરામ ભાર્ગવએ કહ્યું છે કે, ‘સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન છે કે, ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવામાં આવી શકે છે. વેક્સિનેશન ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી છે અને એને આપવામાં આવવી જોઈએ.’

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિષે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ભાર્ગવએ કહ્યું છે કે, ફક્ત એક દેશ જ બાળકોને કોરોના વાયરસની વેક્સિન આપી રહ્યો છે. તેમણે આ પણ કહ્યું છે કે, ૨ થી ૧૮ વર્ષના બાળકો પર એક નાની સ્ટડી કરવામાં આવી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બર સુધી પરિણામ આવી જશે.

image source

ગર્ભવતી મહિલાઓના વેક્સિનેશન વિષે ગાઈડલાઈન જલ્દી જ.

ડૉ. બલરામ ભાર્ગવએ કહ્યું છે કે, શું ઘણા નાના બાળકોને પણ વેક્સિનની જરૂરિયાત હશે આ પણ હવે એક પ્રશ્ન છે. તેમણે કહ્યું છે કે, ‘જ્યાં સુધી અમારી પાસે બાળકોની વેક્સિનેશન વિષે વધારે આંકડાઓ નહી હોય ત્યાં સુધી અમે મોટાપાયે બાળકોનું વેક્સિનેશન નહી કરી શકીએ,’ ત્યાં જ સરકાર જલ્દી જ કોરોના વાયરસ વિરુદ્ધ ગર્ભવતી મહિલાઓના વેક્સિનેશન માટે દિશા- નિર્દેશ લાગુ કરશે.

image source

બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓ વધારે પ્રભાવિત થઈ.

આઈસીએમઆરની હાલમાં જ કરવામાં આવેલ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ ભારતમાં બીજી કોરોના વાયરસની લહેર દરમિયાન પહેલાની તુલનામાં વધારે ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. આ વર્ષે મૃત્યુદર અને સંક્રમિત કેસોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

image source

એપ્રિલ- મે મહિનામાં કોરોના વાયરસની બીજી લહેરએ ખુબ જ આતંક મચાવ્યો હતો. આ દરમિયાન રોજ સામે આવનાર કેસોની સંખ્યાએ રેકોર્ડ તોડી દીધા હતા. હવે જયારે રોજીંદા કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે તો સરકાર ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકાર જલ્દીથી જલ્દી વધારે લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવાના પ્રયત્નો કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!