કારના શોખીન મુકેશ અંબાણી પાસે છે 170થી વધુ કાર, આ સ્પેશિયલ કારની કિંમત છે કરોડોમાં

દેશમાં જ નહીં વિદેશમાં પણ ધનિક લોકોની વાત આવે એટલે મુકેશ અંબાણીના નામનો ઉલ્લેખ જરૂર થાય છે. તેમની સખત મહેનત અને સમર્પણથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ સતત તેમનો બિઝનેસ વધાર્યો છે. તેની ટીમ સાથે મળીને તે સતત પ્રયત્નો કરે છે, જે તેના ધંધામાં રાત-દિવસ વધારો કરે. આ ઉપરાંત મુકેશ અંબાણી શાહી શૈલીમાં પોતાનું જીવન જીવવા માટે જાણીતા છે. પરંતુ તમે તેની જીવનશૈલી વિશે કેટલું જાણો છો? સંભવત બહુ ઓછુ. તો ચાલો અમે તમને મુકેશ અંબાણીની જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી વિશેષ બાબતો જણાવીએ.

image source

600 નોકરો ઘરમાં કરે છે નોકરી

મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટિનિયા’ જ્યારે બન્યું હતું અને ત્યારથી તે તેની વિશેષતાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એન્ટિલીયા મુંબઇના અલ્ટમાઉન્ટમાં આવેલુ છે, જે 27 માળની ઇમારત છે. આ ઘરની સાફ સફાઇ માટે 600 નોકરો રાખેલા છે. આ ઘરમાં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે અને છત પર ત્રણ હેલિપેડ છે. આટલું જ નહીં, તેના મકાનમાં સ્વિમિંગ પૂલ, સ્પા રૂમ સહિતની તમામ સુવિધાઓ છે, જે તેના ઘરને બાકીના કરતા ખૂબ જ અલગ બનાવે છે. અહીં તે તેની માતા કોકિલાબેન અંબાણી, પત્ની નીતા અંબાણી અને તેમના બાળકો સાથે રહે છે. બિઝનેસ ઇન્સાઇડરના રિપોર્ટ અનુસાર આ લક્ઝુરિયસ મકાનની કિંમત 10 હજાર કરોડ રૂપિયા છે.

માતાનો આશીર્વાદ લે છે, પરિવારને સમય આપે છે

image source

હવે તમે વિચારતા જ હશો કે મુકેશ અંબાણીને કોઈ પણ વસ્તુની કમી નથી, તો પછી તે સવારે ઉઠીને આરામથી ઉઠતા હશે. પરંતુ એવુ બિલકુલ નથી. મુકેશ અંબાણીનું જીવન એકદમ વિરુદ્ધ છે. તેઓ વહેલી સવારે ઉઠીને પોતાનું કામ શરૂ કરે છે. એવું કહેવામાં આવે છે કે તે પોતાનું કાર્ય શરૂ કરતા પહેલા દરરોજ તેની માતા કોકિલાબેનના આશીર્વાદ જરૂર લે છે. આ સિવાય તે રવિવાર પોતાના પરિવાર માટે રાખે છે. આ દિવસે તે આખો દિવસ તેની માતા, પત્ની અને બાળકો સાથે વિતાવવાનું પસંદ કરે છે.

મોંઘી કારના શોખીન છે મુકેશ અંબાણી

image source

મુકેશ અંબાણીને કારોને ખૂબ શોખ છે. તેમની પાસે વિશ્વની સૌથી મોંઘી કાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે 170 કારથી વધુ કાર છે. આટલું જ નહીં, તેની એક કાર, BMW 760Li, સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે, જે તેને ખૂબ સુરક્ષા આપે છે. આ કારની કિંમત 8 કરોડ 50 લાખ છે. આ કારમાં લેપટોપ, ટીવી સ્ક્રીન, કોન્ફરન્સ સેન્ટર જેવી ઘણી સુવિધાઓ છે. આ સિવાય તેની પાસે બાસ બેન્ટલી, રોલ્સ રોયસ જેવી ઘણી લક્ઝરી અને મોંઘી કાર છે. વર્ષ 2020 માં, મુકેશ અંબાણીના જન્મદિવસ પ્રસંગે, તેમની પત્ની નીતા અંબાણીએ તેમને કસ્ટમાઇઝ કરેલી Maybach કાર ભેટમાં આપી હતી. આ કારની વિશેષતા એ છે કે તે 249 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

image source

મુકેશ અંબાણીમે ચેલેન્જ લેવી પંસદ છે

મુકેશ અંબાણી પાસે ભલે પૈસાની કોઈ અછત ન હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાના નાણાંને ગમે તેમ ખર્ચ કરે છે. તેઓ તેમના આહાર વિશે ખાસ ધ્યાન રાખે છે. ઘણા મીડિયા અહેવાલો જણાવે છે કે તેઓ ક્યારેય માંસાહારી ખોરાક નથી ખાતે અને દારૂ પીતા નથી. તે સંપૂર્ણ શાકાહારી છે અને દાળ, ચોખા અને રોટલી ખાવાનું પસંદ કરે છે. નાનપણથી જ મુકેશ અંબાણી ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. જો કે, તે કહે છે કે તેમનો હેતુ ક્યારેય વધારે પૈસા કમાવવાનો નહીં પરંતુ પડકાર લેવાનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!