પ્રેમિકાએ યુવકને ઘરે બોલાવતા મહિલાના સાસરિયાવાળાએ ઝડપી લીધો રંગે હાથે, અને પછી ઘટનામાં શું આવ્યો કરુણ અંજામ જાણો તમે પણ…

પ્રેમિકાએ યુવકને બોલાવ્યો હતો મળવા, મહિલાના સાસરિયા વાળાએ એને રંગે હાથ પકડી લીધો

image source

લોકડાઉન દરમિયાન પ્રેમ સબંધોને લઈને અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આવા સમયે વિચિત્ર કિસ્સાઓ પણ સામે આવ્યા છે. પણ તમે ક્યાય એવો કિસ્સો સાંભળ્યો છે જ્યાં પરિવાર દ્વારા પકડાયા પછી કોઈ એક પાત્રના જીવનનો અંત થયો હોય. જો કે આવો જ એક કિસ્સો બિહારના બાંકા ક્ષેત્રનો છે. અહીના એક યુવકને પ્રેમી યુવતીએ ઘરે મળવા બોલાવ્યો હતો આ દરમિયાન પરિવારના લોકોએ પકડીને એને માર માર્યો હતો. આ ઘટના દરમિયાન યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મહિલાએ પ્રેમીને ઘરે મળવા બોલાવ્યો

image source

બિહારના બાંકા વિસ્તારમાં એક યુવક પોતાના નવા નવા લગ્ન થયેલ હોવા છતાં પોતાની પત્નીને મુકીને એ ગામમાં જ રહેતી એક 4 બાળકોની માતા સાથે પ્રેમમાં હતો. જો કે બંનેના અફેર અંગે પ્રેમિકાનો પરિવાર ખુબ જ નારાજ હતો. જો કે આ સબંધના નિવેડા માટે અનેકવાર પંચાયત પણ બોલાવવામાં આવી હતી. આટલું બધું થયા પછી પણ પ્રેમમાં અંધ બનેલા બંને પ્રેમીઓએ આ સબંધને પૂરો નહોતો કર્યો. આ દરમિયાન મહિલાએ પ્રેમીને પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો. આ સમયે મહિલાના પરિવારે પ્રેમીને રંગેહાથ પકડી લીધો હતો. ત્યારબાદ મહીલાના પરિવારે એને બાંધીને ઢોરમાર મારતા એનું મોત નીપજ્યું હતું. જો કે આ ઘટના બાંકા વિસ્તારના લોઘમ પંચાયતની છે.

મહેશ બેંગ્લોરમાં નોકરી કરતો હતો

image source

આ ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિ મહેશ એ બેંગ્લોરમાં નોકરી કરતો હતો, જો કે લોકડાઉન દરમિયાન એ પોતાના ગામ પાછો ફર્યો હતો. આ સમય દરમિયાન પરિવારે મોકાનો લાભ લઈને એના લગ્ન કરી દીધા હતા. પણ તેમ છતાં એ પોતાની પ્રેમિકાને ભૂલ્યો ન હતો. આપને જણાવી દઈએ કે મહેશના ગામની જ એક મહિલા લલિતા સાથે છેલ્લા 3 વર્ષથી આડાસંબંધો હતા. જો કે આ મહિલા ગામમાં રહેતા રામકિશન યાદવની પત્ની છે તેમજ એ 4 બાળકોની માતા છે. જો કે આં બંનેના આડાસંબંધની માહિતી મળ્યા પછી રામકિશનના પિતાએ ઘણીવાર પંચાયત બોલાવી હતી. પણ મહેશ અને લલીતા પોતાના આ સબંધોનો અંત લાવવા તૈયાર ન હતા.

મહેશનું ઘટના સ્થળે જ મોત થયું

image source

જો કે પ્રેમિકા લલિતાએ મંગળવારના દિવસે પ્રેમી મહેશને ઘરે મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન મહિલાના પરિવારના લોકોએ તેને રંગેહાથ પકડી લીધો હતો. ગુસ્સે ભરાયેલા લલિતાના પરિવારજનોએ ભેગા મળીને મહેશને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ માર પડવાથી મહેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર આવી હતી અને પ્રેમિકા તથા તેના પતિની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન મહિલાએ પતિ પર પોતાના આડાસંબંધની શંકા કરતા હોવાનો આરોપ મુક્યો હતો. આ ઘટના અંગે એસઆઈ રાજેશ ઝાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દરમિયાન આડાસંબંધોના કારણે હત્યાની પૃષ્ટિ થઈ છે. હાલ મહિલા અને પતિ બંનેની ધરપકડ કરીને, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત