માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ધાબા પર પતંગ ચગાવવા ગયેલો છોકરો નીચે પટકાતા કરુણ મોત, પરિવારમાં માતમ

હજુ ઉતરાયણના તહેવાર દશેક દિવસની વાર છે ત્યાં તો અત્યારથી જ રાજ્યમાં અકસ્માતના સમાચારો સામે આવી રહ્યા છે. જેને લઈને વાલીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. આજે અમદાવાદનાના મેઘાણીનગરમાં પતંગ ચગાવતાં સમયે 10 વર્ષના બાળકનું ધાબેથી પટકાતા મોત થયું છે.

image source

મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે સરકાર પણ આ અંગે ગાઈડ લાઈન જાહેર કરે છે. અને લોકોને કાળજુ પૂર્વક તહેવાર ઉજવવવાની ભલામણ કરે છે. છતા પણ ઘણા બાળકો તહેવાર ઉજવવાની લાયમાં પોતાનો જીવ જોખમમાં મુકે છે.

ઘરે રોનક અને તેના દાદી એકલા હતા

image source

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે, તો બીજી તરફ રોનકના માતા પિતા હાલમાં ઘરે ન હતા તેઓ એક મરણ પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન ઘરે રોનક અને તેના દાદી એકલા હતા.

સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું

image source

તો બીજી કરફ રોનક તેની દાદીમાં સાથે ઘરે એકલો જ હતો. ત્યાર બાદ રોનક ધાબે પતંગ ચગાવવા ગયો હતો. અચાનક જ રોનક ધાબેથી પટકાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જો કે રોનકે કેવી નીચે પડ્યો તેની માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તેને સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

image source

તમને જણાવી દઈએ કે આવી જ ઘટના વડોદરામાં પણ સામે આવી છે. શહેરમાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા તેનું મોત થયું છે. આમ બે દિવસમાં બીજા બાળકનું પતંગના કારણે મોત થયું છે. આ ઘટના બાદ દરેક માતા પિતા સાવધાની રાખવાની જરૂર છે. તમારા બાળકને એકલા ધાબા પર પતંગ ચગાવવા ન મોકલો અને સાવચેતી રાખો.

રાજકોટમાં યુવકનું થયું હતું મોત

image source

તો બીજી તરફ રાજકોટમાં પણ યુવક મોતને ભેટ્યો હતો. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્કમાં રહેતા વિપુલભાઈ નામના 39 વર્ષીય વ્યક્તિને ગાળાના ભાગે પતંગની દોરી વાગતા તેમનું મોત નિપજ્યું હતું. નોંધનિય છે કે દર વર્ષે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ ઉપરાંત તુક્કલ અને બીજા ધારદાર દોરા ઉપયોગ ન કરવાની પણ અપીલ કરવામાં આવે છે છતા પણ લોકો તેનો ઉપયોગ કરે છે અને અકસ્માત સર્જાય છે. ઉત્તરાયણ દરમિયાન ઘણા પક્ષીઓ પણ મોતને ભેટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત