પૃથ્વી એક સેકન્ડ માટે ઉભી રહી જાય તો પૃથ્વી પર સર્જાઈ શકે આવી ઉથલ પાથલ

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે જો એક સેકન્ડ માટે પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે તો કેટલું મોટું નુકસાન થશે ? એ તો સર્વ વિદિત છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને તેનો દરેક ચક્કર 23 કલાક 56 મિનિટ 4.1 સેકન્ડમાં પૂરો થાય છે. આનાથી ધરતીના એક ભાગમાં રાત્રી તો બીજા ભાગમાં દિવસ હોય છે.

image soucre

અમેરિકાના મશહૂર એસ્ટ્રોફિઝિસ્ટ Neil deGrasse Tyson એ આ બાબતે પોતાનું મંતવ્ય આપ્યું છે કે જો પૃથ્વી એક સેકન્ડ માટે પોતાની ધરતી પર ફરવાનું બંધ કરી દે તો શું થશે ?

ઘટી શકે છે ભયાનક સ્થિતિઓ

image socure

અમેરિકાના એસ્ટ્રોફિઝિસ્ટ Neil deGrasse Tyson એ ટીવી અને રેડિયો પર્સનાલિટી લેરી કિંગ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જો પૃથ્વી એક સેકન્ડ માટે પોતાની ધરતી પર ફરવાનું બંધ કરી દે તો હાલત ભયાનક થઈ જશે. Neil deGrasse Tyson એ જણાવ્યું કે આપણે બધા પૃથ્વી સાથ3 પૂર્વ દિશા તરફ ફરી રહ્યા છીએ અને જો એક સેકન્ડ માટે પૃથ્વી રોકાઈ જાય તો ભયાનક સ્થિતિ ઉભી થઇ શકે.

Neil deGrasse Tyson એ જણાવ્યું હતું કે પૃથ્વી 8000 માઈલ પ્રતિ કલાકની ગતિએ પોતાની ધરી પર ફરી રહી છે અને આપણે બધા પણ તેની સાથે ફરી રહ્યા છીએ. જો આ ગતિ એક સેકન્ડ માટે રોકાઈ જાય તો ધરતી પરના લોકોનું મૃત્યુ પણ થઈ શકે.

કાર એક્સીડેન્ટ થવા જેવો અનુભવ થાય

image soucre

લોકો પોતાની બારી પરથી ઉછળીને નીચે પડી શકે છે અને આ ઘટના જોવામાં ભારે ભયાનક લાગી શકે. ટાયસનના કહેવા મુજબ આ ઘટના કારનું એક્સીડેન્ટ થવા જેવી હોઈ શકે. જો બહુ ગતિથી કોઈ કાર જઈ રહી હોય અને તેનું એક્સીડેન્ટ થઈ જાય તો કારમાં બેઠેલા લોકો પોતાની સીટ પરથી ઉછળીને દૂર ફેંકાઈ જશે જેઓએ સીટ બેલ્ટ નહિ લગાવ્યો હોય.

image soucre

અત્રે નોંધનીય છે કે ટાયસન આ પહેલા પણ પોતાની ટ્વિટને લઈને ચર્ચામાં રહ્યા છે. આ પહેલા તેણે અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સંપત્તિને લઈને નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે બેજોસની 200 મિલિયન સંપત્તિથી પૃથ્વીના 180 વખત ચક્કર લગાવી શકાય અને તેનાથી પૃથ્વી અને.ચંદ્ર પર 30 વખત આવ જા કરી શકાય. તે રિચર્ડ બ્રેનસનની સ્પેસ યાત્રાને લઈને પણ આવા નિવેદન કરી ચુક્યા છે.

દિવસ હદથી વધુ લાંબો થઈ શકે છે

જો કે ટાયસનએ એ સ્પષ્ટ કર્યું કે જો પૃથ્વી પર રહેલ બધા વ્યક્તિ આવી સ્થિતિમાં સ્લો ડાઉન થઈ જાય કે પોતાની ગતિને ઓછી કરી દે તો કોઈને નુકશાન નહિ થાય. આ સ્થિતિમાં માત્ર એક પરિણામ સામે આવશે કે દિવસ હદથી વધારે લાંબો થઈ શકે.

કોણ છે નિલ ટાયસન ?

image soucre

Neil deGrasse Tyson ની વાત કરીએ તો જ્યારે તે 9 વર્ષના હતા ત્યારથી તેને ખગોળ વિજ્ઞાનમાં રસ રહ્યો છે. તેઓ અમેરિકન મ્યુઝિયમ.ઓફ નેચરલ હિસ્ટ્રી ગયા હતા ત્યારબાદ તેમાં તેની રુચિ વધી. ટાયસને વર્ષ 1980 માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને વર્ષ 1983 માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી એસ્ટ્રોનોમીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.