આ ત્રણ પ્રમુખ કંપનીના રિચાર્જ પ્લાન છે 199 રૂપિયાના, પણ ફાયદા છે અલગ અલગ

ઓછા પૈસામાં જો એવો મોબાઈલ રિચાર્જ પ્લાન મળી જાય કે જે તમારા પ્રસંગના બધા ક્ષેત્રને પોતાનામાં સમાવી લે. વાહ તો તો વાત જ કઇંક ઓર છે. ત્યારે અમે આપના માટે લઈને આવ્યા છીએ Vi, એરટેલ અને જિયો ના અમુક એવા રિચાર્જ પ્લાનની માહિતી જે તમને ઓછા પૈસામાં ઘણું બધું આપે છે.

image soucre

આજનાં સમયમાં સ્માર્ટફોનથી ભલે 100 ફાયદાઓ થતા હોય પરંતુ તેનું મુખ્ય કામ તમને તમારા પ્રિયજનો સાથે જોડાયેલા રાખે છે. અને આ કામ કરવામાં ટેલિકોમ કંપનીઓ મહત્વનો ભાગ ભજવે છે. તમે કોલ્સ કે મેસેજ દ્વારા લોકો સાથે જોડાયેલા રહી એ માટે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને અલગ અલગ સેવાઓ અને અલગ અલગ બજેટના પ્રિપેડ અને પોસ્ટ પેડ પ્લાન રજૂ કરે છે. એક બીજા સામે ટકી રહેવા માટે આ કંપનીઓ એ પ્રકારના સસ્તા પ્લાન પણ લાવે છે કે ગ્રાહક એ કંપની છોડીને અન્ય કંપની બાજુ જાય જ નહીં. ત્યારે એક નજર આપણે જિયો, Vi અને એરટેલ જેવી પ્રમુખ ટેલિકોમ કંપનીઓના પ્રચલિત રિચાર્જ પ્લાન પર જેની કિંમત તો ત્રણેય કંપનીઓએ સરખી રાખી છે પણ તેના ફાયદાઓ અલગ અલગ છે.

Vi નો 199 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન

image socure

Vi એટલે કે વોડાફોન આઈડિયાનો આ પ્રિ પેડ પ્લાન વિશે વાત કરીએ તો તેમાં ગ્રાહકને 199 રૂપિયામાં 24 દિવસ સુધી દરરોજ 1 GB ઈન્ટરનેટ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ 100 sms ની સુવિધા આપવામાં આવે છે. એટલું જ નહીં યુઝર Vi મૂવીઝ અને ટીવીનું બેઝિક એક્સેસ પણ આ પ્લાન અંતર્ગત મેળવી શકશે.

એરટેલ નો 199 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન

image soucre

એરટેલ 24 દિવસ સુધી પોતાના ગ્રાહકોને દરરોજ 1 GB ઈન્ટરનેટ ડેટા, દરરોજ 100 sms અને અનલિમિટેડ વોઇસ કોલ્સ આપી રહ્યું છે. સાથે જ વીંક મ્યુઝિક, ફ્રી હેલો ટ્યુન, એરટેલ એક્સ સ્ટ્રીમ અને અમેઝન પ્રાઈમ વિડીયોના મોબાઈલ એડિશનનું સબસ્ક્રીપશન પણ મળે છે. કંપની આ બધું માત્ર 199 રૂપિયામાં આપી રહી છે.

જિયોનો 199 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન

image soucre

જિયો તેના ગ્રાહકોને 199 રૂપિયામાં અન્ય કંપનીઓ કરતા વધુ આપે છે. જિયોના આ પ્લાનની વેલીડીટી પણ 28 દિવસની મળે છે અને 28 દિવસ સુધી જિયો ગ્રાહકને દરરોજ 1.5 GB ઈન્ટરનેટ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 100 sms ની સુવિધા આપે છે. સાથે જ જિયોની બધી એપ્સ જેમ કે જિયો ટીવી, જિયો ન્યૂઝ વગેરેનું સબસ્ક્રીપશન પણ ગ્રાહકને મળે છે.

image soucre

જિયોનો અન્ય એક પ્લાન 249 રૂપિયા વાળો પણ છે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 2 GB ઈન્ટરનેટ, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજના 100 sms અને સાથે જ જિયો એપ્સનું સબસ્ક્રીપશન મળશે. આ પ્રિ પેડ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.