રિટાયર્ડ કલેક્ટરના પુત્રવધુએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં લખ્યું મિલકત મારી દીકરીઓને આપજો

રાજ્યમાં કોરોના વાયરસઅને લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કોઈ માનસીક પરેશાની તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી ચુક્યું છે. આજે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. મહિલાએ આપઘાત પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. પોલીસે મામલો હાથ પર લઈ તપાસ શરૂ કરી છે.

image socure

સેટેલાઈટ વિસ્તારમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જોકે મહિલાની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સેટેલાઈટમાં આવેલ શેલરાજ બંગ્લોમાં મહિલાએ આત્મહત્યા કરી જોવાનો મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મારા મોતથી ઘણા ખુશ થશે‘‘બધા ખુશ રહેજો તેવી શુભેચ્છા. મને ખબર છે કે, મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે, મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો.

સેટેલાઈટના શૈલરાજ બંગલોઝમાં 42 વર્ષના પરિણીતા કૃપાબહેન ચિરાગભાઈ પટેલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. નિવૃત્ત કલેક્ટર સી.પી. પટેલના પુત્રવધુ કૃપાબહેને લખેલી સ્યુસાઈડ નોટમાં તેમની બે પુત્રીઓના હક્ક બાબતે વાત લખેલી છે. કરૂણ બાબત એ છે કે, ત્રણેક વર્ષ પહેલા અકસ્માત પછી પતિ ચિરાગભાઈ બ્રેઈન ડેડ છે અને સસરા, નિવૃત્ત કલેક્ટર સી.પી. પટેલ અને પરિવાર સંભાળ લઈ રહ્યાં છે. સસરાએ આપેલા બંગલામાં જ રહેતા કૃપાબહેન પતિની કસ્ટડી મેળવવા કાયદાકીય લડત આપતા હતા.

image soucre

કૃપા બહેનની મોટી પુત્રી અમેરિકા છે અને નાની પુત્રી ઊંઘતી હતી ત્યારે માતા કૃપાબહેને ગળાફાંસો ખાઈ લીધો હતો. સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ પોલીસને બપોરે 12-31 વાગ્યે જાણકારી મળી હતી કે, રાજસૂર્યા બંગલોઝ પાસે આવેલા શેલરાજ બંગલોઝના મકાન નંબર 23-24માં એક મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે રૂબરૂ જઈને તપાસ કરતાં કૃપાબહેન ચિરાગભાઈ પટેલ (ઉ.વ. 41) ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. કૃપાબહેને ઘરના મેઈન હોલમાં ગળાફાસો ખાઈ લીધો હતો. પુત્રી ઉપરના માળે રૂમમાં ઊંઘતી હતી અને સાડા દસ વાગ્યે ઉઠી ત્યારે માતાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.

આ મકાનમાં હાજર ઘનશ્યામભાઈ પ્રાણલાલભાઈ દેસાઈ (ઉ.વ. 67)એ પોલીસને એવી જાણકારી આપી હતી કે, તેમના પુત્રી કૃપાબહેનના લગ્ન 1999માં થયા હતા અને બે પુત્રી છે. કૃપાબહેનના પતિ ચિરાગભાઈને વર્ષ 2018માં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થયું હોવાથી શરૂરીની ક્રિયાઓ કરવા માટે નિષ્ક્રિય છે. પતિ ચિરાગભાઈની કસ્ટડી મેળવવા માટે કૃપાબહેને સાસરિયા સામે હાઈકોર્ટમાં કેસ કરેલો છે. કૃપાબહેન હાલમાં નાની પુત્રી યાના સાથે શૈલરાજ બંગલોઝના મકાન નંબર 23-24માં રહેતા હતા. જ્યારે, મોટી પુત્રી દેવાંશી અમેરિકા ભણવા માટે ગયેલી છે.17 વર્ષની નાની પુત્રી યાનાએ જાણ કરી હતી કે, તેના મમ્મી કૃપાબહેને સાડીથી ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘનશ્યામભાઈ સૃથળ ઉપર પહોંચ્યા ત્યારે દોહિત્રી યાના હાજર હતા અને મૃતક કૃપાબહેનના નણંદ, નણંદોઈ પણ આવ્યા હતા.

image soucre

આપઘાત કરતાં પહેલાં કૃપાબહેને સ્યુસાઈડ નોટ લખી હતી. જે સુસાઈડ નોટમાં વધુમાં જણાવ્યું છે કે, મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે, અમારી દીકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરીઓ કવિતા પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો મારું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.’’આ ઉપરાંત કૃપાબહેનના મોબાઈલ ફોન, ઘરમાં રહેલા સીસીટીવીનું ડીવીઆર અને સાડી વગેરે કબજે કરી સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક કૃપાબહેનના પતિ ચિરાગભાઈ અત્યારે તેના પિતા સાથે તેલાવ ફાર્મ પાસે રહે છે અને બ્રેઈન ડેડ હોવાથી પરિવાર તેમની સંભાળ લઈ રહ્યો છે,

image soucre

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાના પતિને વર્ષ 2018માં અકસ્માત થયો હતો. જેમાં તેમને માથા ના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારથી તેઓ કોમામાં છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અહી તેની પુત્રી સાથે રહેતી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જો કે મહિલાની આત્મહત્યા કરવા પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશ
છે.અગાઉ મિલકતોના વિવાદો અંગે પણ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી થઈ હોવાની વિગતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર વચ્ચે પ્રોપર્ટી બાબતે વિવાદ ચાલતા હતા. અકસ્માત પછી પતિ બ્રેઈન ડેડ થતાં કૃપાબહેન બન્ને પુત્રી અને પોતાની આજીવિકા ચાલતી રહે તે માટે સાસરીમાં હક્ક બાબતે લડત આપતા હતા તેવી વિગતો પોલીસને મળી છે.

હાલમાં તો આ જો કે, કૃપાબહેન અને તેમની પુત્રીઓ અત્યારે સાસરી પક્ષના જ શૈલરાજ બંગલોઝમાં જ આવેલા મકાનમાં રહેતા હતા. કૃપાબહેને લખેલી સ્યુસાઈડ નોટમાં પણ પારિવારીક અને પુત્રીઓના હક્ક બાબતે ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. સેટેલાઈટ પી.આઈ. જે.બી. અગ્રાવતે જણાવ્યું કે, કૃપાબહેનને આપઘાત અંગે સ્યુસાઈડ નોટના આધારે તપાસ ચાલી રહી છે.

image soucre

બધાને ખુશ રહેજો એવી શુભચ્છા. મને ખબર છે મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુ:ખી થશે. પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે મારા મોત પછી દેવાંશી, યાના મા-બાપ વગરના થશે તો મારા ભાગની જમીન, મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બન્ને દિકરી દેવાંશી અને યાનાની જ કરજો. મહેરબાની કરીને સી.પી. પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે અમારી દિકરીઓ ખૂબ જ સુખી રહે, જેમ અત્યારે તમારી દિકરીઓ કવિતા અને પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો માફ. મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દિકરી હતી જે હવે નથી. ધન્યવાદ નિરૂ મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થ-ડે ગિફ્ટ કવિતાની ખુશી જ તમારી છે. મરનાર કૃપાબેને લખેલી સુસાઇડ નોટમાં છેલ્લે એક વાક્ય છે કે, ‘નીરુ મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થ ડે ગિફ્ટ.’ આ જોતાં એવું લાગે છે કે પરિવારમાં સંભવત: કૃપાબેનનાં સાસુનો જન્મદિવસ હતો તે જ દિવસે પુત્રવધૂ કૃપાબેને જીવનનું અંતિમ પગલુ ભર્યું છે. આ બાબતે સેટેલાઈટ પોલીસનો સંપર્ક કરતા હાલના તબકકે તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.