મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ જીવે છે જલસાની જીંદગી, આ તસવીરો પરથી નહિં હટે તમારી નજર

માત્ર તેર વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું, સંઘર્ષ કરી ફરી પાછું મેળવી પિતા જેવી જ લોકપ્રિયતા – જાણો રાજલ બારોટના જીવનના સંઘર્ષ વિષે

image source

માતાપિતાને હંમેશા પોતાની સફળતા કરતાં પોતાના સંતાનોની સફળતા વધારે સુખ આપે છે. પછી તેમણે જીવનમાં ગમે તેટલી સફળતા કેમ ન જોઈ હોય પોતાના સંતાનની સફળતાથી તેમની છાતી ગજગજ ફુલવા લાગે છે. આજે આપણે એવી જ એક દીકરીની વાત કરીશું જેણીના પિતાએ પોતાના ક્ષેત્રમાં ખૂબ નામના અને ખૂબ લોકપ્રિયતા મેળવી છે. પણ આ દીકરીની કઠણાઈ ત્યારે બેસી જ્યારે માત્ર 13 વર્ષની ઉંમરે તેણે પોતાના પિતાનું છત્ર ગુમાવવાનો વારો આવ્યો.

image source

ગુજરાતી કલાકારોની વાત કરીએ તો તેમાં મણિરાજ બારોટનું નામ આવ્યા વગર ન રહે. મણિરાજ બારોટના ડાયરાની રોનક જ અલગ રહેતી હતી. તેમના ડાયરામાં લોકો એટલી હદે મગ્ન થઈ જતા કે નાચવા લાગતા. તેમના ડાયરાને લોકો ગામડે ગામડેથી સાંભળવા આવતા. તેમનો અવાજ ખૂબ જ કર્ણપ્રિય હતો. અને હાલ તેમની દીકરી રાજલ બારોટ તેમનું નામ રોશન કરી રહી છે. મણિરાજ બારોટનો ‘સનેડો’ આજે પણ ગરબામાં વાગે એટલે લોકો ઝૂમી ઉઠે છે.

મણિરાજ બારોટની દીકરીને પણ પિતાની કળા વારસામાં જ મળી છે. તેણી પણ પિતાના પગલે જ આગળ વધી છે. તો આજે અમે તમારી સમક્ષ રાજલ બારોટની જ સફળ કારકીર્દીની અને તેની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ વિષેની જાણકારી લાવ્યા છીએ.

image source

મણિરાજ બારોટનું નાની ઉંમરે મૃત્યુ થઈ ગયું.

અને અચાનક આખુંએ કુટુંબ નિરાધાર બની ગયું. બધી જ જવાબદારી નાનકડી રાજલ પર આવી પડી. ઘરને ચલાવવા માટે તેણીએ પણ ગાવાનું શરૂ કરવુ પડ્યું. તેણે શરૂઆત કરી ત્યારે તેણીને 200 રૂપિયા મળતા પણ આજે તેણી સ્ટેજ શો કરીને અઢળક રૂપિયા કમાવી રહી છે. તેણી ગુજરાતના જાણીતા સિંગર્સ જિગ્નેશ કવિરાજ, કિંજલ દવે, ગમન સંથલ, અભિનેતા વિક્રમ ઠાકોર, ગીતા રબારી તેમજ નિતિન બારોટ વિગેરે સાથે જુગલબંધી કરતી જોવા મળે છે.

image source

રાજલ બારોટ પોતાના ઘાયલ બેવફા અને આયો કોરોના આયો જેવા ગીતોથી ખૂબ જાણીતી બની છે. આ સાથે તેણી સ્ટેજ શો પણ ખૂબ કરી રહી છે. રાજલ માત્ર 13 વર્ષની હતી ત્યારે મણિરાજ બારોટનું નિધન થયું હતું. તે પોતાના પિતાને યાદ કરતાં જણાવે છે કે તેણી નાનપણથી જ પોતાના પિતાને ગાતા જોતી આવી છે. તેમણે ખૂબ મહેનત કરી છે. તેમનું મૃત્યુ થયું ત્યારે તેણી અભ્યાસ કરતી હતી. અને અચાનક તેમના જવાથી આખી સ્થિતિ જ બદલાઈ ગઈ.

પણ ધીમે ધીમે તેણી આ સ્થિતિનો સામનો કરતા શીખી ગઈ. અને ત્યાર બાદ તેણીએ ક્યારેય પાછુ વળીને નથી જોયું. પિતાના મૃત્યુબાદ તેણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો અને માટે તેણીએ પણ પિતાના પગલે ગાવાનું શરૂ કર્યું. તેણી પહેલેથી જ પોતાના પિતાના વારસાને આગળ વધારવા માગતી હતી. અને સંજોગો પણ એવા જ સર્જાયા કે તેણે તે દિશા તરફ જ આગળ વધવાનો નિર્ણયલ લીધો.

image source

તેણી તે સમયને યાદ કરતા કહે છે કે તે સમયે તેણીને ગાવા માટે 200 રૂપિયા મળતા હતા. જો કે તેના પિતાની હયાતીમાં પણ તેણી પર્ફોમ કરી ચૂકી છે. તે પોતાના પિતા સાથેની યાદોને વાગળતા કહે છે. કે તેના પિતા પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેતા. પણ જ્યારે તેમની સાથે હોતા ત્યારે ત્યારે તેમની ખૂબ નજીક રહેતા. તેણી સંગીત પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે સંગીત તેનું જીવન છે તે સંગીત વગર જીવી શકે તેમ નથી.

તેણી જણાવે છે કે તેણી પોતાના સંગીત પ્રેમના કારણે જ આજે કંઈક બની શકી છે અને તેણીના ફેન્સના કારણે કે જેમણે તેણીને આટલો બધો પ્રેમ આપ્યો છે. આટલા સંઘર્ષ બાદ તેણી હવે એક વૈભવી જીવન જીવી રહી છે. તે આ બધા માટે પોતાના સંગીતને જ જવાબદાર માને છે. તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે તેણી એક સાધનસંપન્ન જીવન જીવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત