રાજસ્થાનમાં પડ્યું ઉલ્કાપિંડ, એટલો મોટો થયો ધડાકો કે લોકોમાં મચી અફરાતફરી

રાજસ્થાનના સાંચોર શહેરમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે અહીં અચાનક એક વસ્તુ આકાશમાંથી નીચે જોરદાર ધડાકા સાથે પડી. આ વસ્તુ પડી ત્યારે એટલો મોટો ધડાકો થયો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યાનુસાર અચાનક આવેલા અવાજ તે તેઓ થોડીવાર માટે તો ગભરાઈ ગયા હતા.

image source

જો કે આ અવાજ કરતાં મોટું રહસ્ય ઊભું કર્યું છે આકાશમાંથી પડેલી વસ્તુએ. કેટલાક લોકો તેને ઉલ્કા પિંડ માની રહ્યા છે. ધમાકા સાથે ધરતી પર આવી પડેલી વસ્તુ જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. આ વસ્તુથી લોકો ડરી પણ રહ્યા છે કારણ કે તે એક બોમ્બ જેવું દેખાય છે. લોકોનું કહેવું છે કે જ્યારે આ વસ્તુ જમી પર પડી ત્યારે કોઈ હેલિકોપ્ટર ચાલે ત્યારે આવે તેવો અવાજ આવ્યો હતો. એટલું જ નહીં આ વસ્તુમાં પાંખ જેવું પણ કંઈક જોવા મળે છે.

image source

લોકોનું માનવું છે કે તે પાંખ જેવી દેખાતી વસ્તુ કોઈ ઉપકરણ છે અને તેની મદદથી જ આ પિંડ ધરતી પર આવ્યું છે. આ વાત ગ્રામજનોમાં વાયુવેગે ફેલાતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. અધિકારીઓએ હાલ આ વસ્તુને કબજામાં કરી છે. અધિકારીઓનું પણ કહેવું છે કે આકાશમાંથી કોઈ વસ્તુ પડી છે તે વાત તેમના સુધી પહોંચી ત્યાં સુધીમાં આશરે 3 કલાકનો સમય પસાર થઈ ગયો હતો. પરંતુ આટલા કલાકો પછી પણ જ્યારે તેમણે તેને હાથમાં લીધી તો તે વસ્તુ ગરમ હતી.

image source

અધિકારીઓને આ કોઈ વિસ્ફોટક વસ્તુ હોવાની શંકા છે. અધિકારીઓ આ માટે વધુ તપાસ પણ હાથ ધરી છે અને લોકોને આ વસ્તુથી દુર રહેવા અને હાલમાં વધારે સતર્ક રહેવા નિર્દેશ કર્યા હતા. આ વસ્તુ ઠંડી થઈ ત્યારબાદ સલામતીથી અધિકારીઓ તેને કાચની બરણીમાં રાખી પોતાની સાથે લઈ ગયા છે.

image source

જાલૌરના આઈબી ઈંસ્પેક્ટર મંગલ સિંહનું જણાવવું છે કે આ વસ્તુ પોણા ત્રણ કિલોની છે. તે જ્યાં પડી હતી ત્યાં જમીનની અંદર 3 ફૂટ સુધી જતી રહી હતી. હાલ આ વસ્તુ શું છે તેની તપાસ નિષ્ણાંતોની ટીમ કરી રહી છે.

image source

ઘણીવાર આકાશમાંથી તુટતા તારા જોવા મળે છે. પરંતુ પૃથ્વી પર પડતા પિંડની સંખ્યા ઘણી ઓછી હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે પિંડ સળગ્યા વિના ધરતી પર પડે તેને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત