રાજકોટની હોસ્પિટલમાં દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાનું સારવાર દરમિયાન મોત, FSL રીપોર્ટ આવે એ પહેલા જ દેહ છોડ્યો..

હાલમાં કોરોના મહામારીમાં કેટલાક એવા કિસ્સા આપણી સામે આવે છે જે જાણીને આપણુ માથુ શરમથી ઝુકી જાય છે. આવા કપરા સમયમાં પણ ઘણા નરાધમો ન કરાવાના કાંડ કરી રહ્યા છે. આવી જ એક ઘટના આજથી 14 દિવસ પહેલા રાજકોટમાં સામે આવી હતી. રાજકોટ સિવિલના કોવીડ વોર્ડમાં 14 દિવસ પહેલા સર્વરમાં રહેલી દુષ્કર્મનો ભોગ બની હતી. જો કે દુખની વાત છે કે આ જે આ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.

image source

નોંધનિય છે કે, આ બનાવ અંગે પોલીસે અગાઉ દુષ્કર્મના ગુનામાં સિવિલના કોન્ટ્રાકટ પર કામ કરતા એટેન્ડન્ટની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આ ઉપરાંત બંનેના મેડીકલ રીપોર્ટ કરવી તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા મહિલા દર્દીએ ગત 29 એપ્રીલના રોજ સવારે તેના પરિવારજનોને ફોન કરીને તેમની સાથે અજુગતું બન્યું હોવાની આપવીતી વર્ણવી હતી.

image source

તેમણે ફોનમાં કહ્યું કે, મને અહીંથી લઇ જાવ મને ઇન્જેક્શન આપી મારી નખાશે તેવું જણાવતા તેમના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસની પુછતાછમાં કોવિડ વોર્ડમાં સારવારમાં રાત્રીના તેમના બેડ પર બેઠા હતા. તે વખતે એટેન્ડન્ટએ આવીને સુઈ જવા માટે કહ્યું હતું. ત્યારે મહિલાએ માથું તેમજ હાથ-પગમાં દુ:ખાવો થતો હોય ઊંઘ આવતી ન હોવાનું જણાવતા તેમને વોર્ડમાં લાઈટ બંધ કરી હાથ-પગ દબાવવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધી એટેન્ડન્ટ હિતેશ ઝાલાની ધરપકડ કરી હતી.

image source

આ ઉપરાંત પોલીસે આરોપીઓનું મેડીકલ ચેક અપ કરાવી જેલમાં ધકેલ્યો હતો. તો બીજી તરફ મહિલાને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ તેનું પણ મેડીકલ કરાવાયું હતું. જેનો રીપોર્ટ FSL મોકલવામાં આવ્યો હતો. જો કે વિધિની વક્રતા એવી કે FSL રિપોર્ટ આવે તે પહેલા જ મહિલાનું આજે મૃત્યુ થતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટના બાદ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

image source

તો બીજી તરફ ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલ એક ખાનગી હોસ્પીટલના મહિલા ડોકટર સાથે છેડતીની ઘટના સામે આવી છે. છેડતી બાદ આ મહિલા ડોક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ બનાવ અંગે મહિલા ડોકટરે ત્રણ શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!