રાજ કુન્દ્રા પર શર્લિન ચોપરાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, કહ્યું કે ના પાડવા છતાં કરતા રહ્યા ચુંબન

પોર્ન વિડીયો મામલે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક હીરાસતમાં છે. એમને કોર્ટમાં પોતાના જામીન માટે અરજી પણ કરી હતી જેને કોર્ટે ખારીજ કરી દીધી.રાજ કુન્દ્રાના અરેસ્ટ પછી જ્યાં અમુક અભિનેત્રીઓ અને મોડલ્સએ રાજ કુન્દ્રા અને એમની એપ હોટશોટ્સ વિરુદ્ધ ખુલીને સામે આવી છે. એમાં શર્લિન ચોપરાનું નામ પણ સામેલ છે. હવે શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

image source

બૉલીવુડ એક્ટ્રેસ શર્લિન ચોપરાએ કથિત રીતે પોર્નોગ્રાફી બાબતે બયાન નોંધાવવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર સામે હાજર થઈ હતી. એક રિપોર્ટ અનુસાર આ દરમિયાન એમને રાજ કુન્દ્રા વિરુદ્ધ યૌન શોષણને લઈને પોતાની FIR પણ રજૂ કરી છે. શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીના પતિ પર યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો છે.

image source

પોતાની ફરિયાદમાં એમને ખુલાસો કર્યો છે . શર્લિન ચોપરાએ જણાવ્યું કે વર્ષ 2019ની શરૂઆતમાં રાજ કુન્દ્રાએ બિઝનેસ મેનેજરે એમને એક ઓફર વિશે બોલાવી અને એ ઓફર પર ચર્ચા કરવા માંગતા હતા. 27 માર્ચ 2019ના રોજ બિઝનેસ મિટિંગ પછી શર્લિન ચોપરાએ દાવો કર્યો છે કે એક મેસેજને લઈને તીખી ચર્ચાના કારણે રાજ કુન્દ્રા કીધા વગર એમના ઘરે આવી ગયા.

શર્લિન ચોપરાએ ફરિયાદમાં દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાના એમના ઘરે આવ્યા પછી એમને એક્ટ્રેસના ના પડ્યા પછી પણ એમને જબરદસ્તી કિસ કરવાની કોશિશ કરી જેનો એમને વિરોધ કર્યો. શર્લિન ચોપરાએ કહ્યું કે એ એક પરણિત પુરુષ સાથે સંબંધ નહોતી રાખવા માંગતી ને ન તો બિઝનેસને એન્જોય સાથે ભેગું નહોતી કરવું માંગતી.

image source

એમને આરોપ લગાવ્યો છે કે ના પાડ્યા પછી પણ જ્યારે રાજ નહોતા રોકાઈ રહ્યા તો એ ખૂબ જ ડરી ગઈ હતી. થોડીવાર પછી એ એમને ધક્કો મારવામાં સફળ રહી અને વોશરૂમમાં જતી રહી.

રાજ કુન્દ્રા પર ભારતીય દંડ સંહિતાની કલમ 376 r/w, કલમ 384, 415, 420, 504 અને 506 (a) (b) (d) 509, ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ ફિલ્મ બનાવવા ઉપરાંત બનાવીને એપ પર અપલોડ કરવાનો આરોપ છે. આજે મુંબઈ પોલીસ રાજ કુન્દ્રાને કોર્ટમાં રજુ કરશે. પોલીસનો દાવો છે કે તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે. પોલીસે વીડિયો અપલોડ કરનારા ઉમેશ કામથની પણ ધરપકડ કરી છે.

image source

પોલીસના જણાવ્યાં મુજબ ઉમેશ કામથે નવા અભિનેતા અને અભિનેત્રીઓ પર ફિલ્માયેલા વીડિયોને પણ એપ્લિકેશન બેઝ વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. પોલીસનું એમ પણ કહેવું છે કે અત્યાર સુધીમાં 90 પોર્ન વીડિયોથી વધુ શૂટ થઈ ચૂક્યા છે અને એટલા જ અપલોડ કરાયા છે. સોફ્ટ પોર્નોગ્રાફીનો આ સમગ્ર ખેલ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી ગહેના વશિષ્ઠની અટકાયતમાં લીધી હતી. ગહેના વશિષ્ઠની ધરપકડ બાદથી ધીરે ધીરે આ મામલે ખુલાસા થવા લાગ્યા હતા.