છત્તીસગઢમાં શહીદ થયેલા આ જવાનની કહાની તમને રડાવી દેશે, પરિવાર હજુ તો લગ્નની ખુશી મનાવી રહ્યો હતો ત્યાં જ…

હજુ આપણે પુલવામાં અટેકને ભૂલી નથી શક્યા અને ત્યાં જ ગઈકાલે આપણા દેશના 22 જવાનોએ પોતાના બલિદાનની કુરબાની આપી અને દેશ માટે તેઓ ખપી ગયા. ખુબ જ દુઃખદ ઘટનાને લઈ આખા દેશમાં શોકની લાગણી છે.

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં આપણા દેશના 22 જવાનો શહીદ થઇ ગયા એને લઈને દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે જો વાત કરીએ તો આ શહીદ થવામાં એક જવાન દિપક ભારદ્વાજ પણ હતા. જેમના લગ્ન હજુ ગયા વર્ષે જ થયા હતા. થોડા સમય પહેલા જ આ ઘરની અંદર ખુશીઓ છવાયેલી હતી, જ્યારે આજે માતમનો માહોલ હતો.

image source

જ્યારે ગઈ કાલે એવા સમાચાર આવ્યા કે દીપક શહીદ થી ગયા છે ત્યારે આ સમાચાર સાંભળી અને પરિવારમાં માતમ છવાઈ ચુક્યો છે. આ ઘટનાની અંદર સંઘના માલખરૌંદા તાલુકાના અધ્યક્ષ રાંધેલાલ ભારદ્વાજનો યુવાન પુત્ર ઉપનિરીક્ષક દિપક ભારદ્વાજ શહીદ થઇ ગયો.

પ્રદેશના શાસકીય સેવકોએ આ અમાનવીય કૃત્યની નિંદા કરતા નક્સલીઓ સાથે આર-પારની લડાઈ લડવાની માનગ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી બધેલને પણ જણાવી હોવાની વાત સામે આવી છે. આ સાથે જ વાત કરવામાં આવે તો સંઘના પ્રમુખ સંરક્ષક પીઆર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વિજય કુમાર ઝાએ જણાવ્યું કે દિપક ભારદ્વાજ શરૂઆતથી જ એક બહાદુર બાળક હતો.

image source

આગળ વાત કરતાં જણાવ્યું કે દીપકના પિતા માલખરૌંદા તાલુકાના શાખા અધ્યક્ષ છે. હવે આતંકવાદ, નક્સલવાદ સાથે આર-પાર કરવું જ આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. માતા પિતા અને પત્ની માટે આ ઘટના એટલા માટે વધારે પીડાદાયક છે કારણ કે શહીદ દિપક ભારદ્વાજના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા.

હજુ તો આ લગ્નની ખુશીનો પારો ઉતર્યો ન હતો ત્યાં જ તેની શહીદીના સમાચાર કોઈ કાળે માની ન શકાય એવા છે.

image source

હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો બીજાપુરના નક્સલી એન્કાઉન્ટર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ જવાનોના શોર્યની પ્રશંસા કરી હતી.

જવાનોની વીરતા એજ આ લડાઈને નિર્ણાયક વળાંક આપ્યો હોવાની વાત પણ શાહે ઉચ્ચારી હતી. તેમણે જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સમગ્ર દેશ શહિદોને નમન કરે છે. ત્યારપછી શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. તેમને આ મુદ્દે દરેક પાસાઓ પર ધ્યાન આપી ચર્ચા-વિચારણાઓ પણ કરી. મીટિંગ બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!