સંજીવની બુટી લઇ જતા હનુમાન અહી રોકાયા હતા, આ હનુમાનદાદાના જે કરે દર્શન, તેમની આત્માને મળી જાય છે મુક્તિ
મોક્ષનો માર્ગ અહી ખુલે છે, અને યમુનાજી પણ અહી હનુમાનના દર્શન કરવા આવે છે

દિલ્લીના યમુના બજારમાં આવેલા હનુમાન મંદિરની પ્રખ્યાતી દુનિયા ભરમાં ફેલાયેલી છે. આ મંદિર પ્રાચીન સમયથી જ અહી છે અને આ મરઘટ વાળા બાબા હનુમાનના મંદિર નામથી પ્રખ્યાત છે. દિલ્લીના કશ્મીરી દરવાજા પાસે હનુમાનના દર્શન કરવા માટે દિલ્લીના હજારો લોકો દરરોજ આવે છે. વર્તમાન સમયમાં લોકડાઉન અને કોરોનાના કારણે લોકો મંદિરોમાં નથી જઈ રહ્યા, પણ સામાન્ય દિવસોમાં અહી બહુ જ ભીડ જોવા મળતી હોય છે. મંદિર વિષે એમ પણ કહેવામાં આવે છે કે અહી ભગવાન હનુમાન સાક્ષાત પ્રકટ થયા હતા.
સંજીવની બુટી લઇ જતા હનુમાન અહી રોકાયા હતા:
કહેવાય છે કે જ્યારે ભગવાન હનુમાન લક્ષ્મણજી માટે સંજીવની બુટીનો પહાડ લઈને લંકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ દિલ્લીની આ જગ્યાએ થોડા સમય માટે રોકાયા હતા. કહેવાય છે કે હનુમાન જ્યારે પહાડ લઈને જઈ રહ્યા હતા ત્યારે એમણે નીચે વહેતી યમુના નદીને જોઈ હતી અને થોડોક સમય ત્યાં રોકાવાનું વિચાર્યું હતું. પણ જ્યારે હનુમાન નીચે ઉતર્યા ત્યારે એમને સમજાયું કે જ્યાં તેઓ ઉતર્યા હતા, એ જગ્યા એક શ્મશાન ઘાટ હતી.
દરેક આત્માને અહી મળી જાય છે મુક્તિ

ભગવાન હનુમાને યમુનાના દર્શન કર્યા ત્યારે સામે માતા યમુનાએ હનુમાનને કહ્યું હતું કે અહી ઉતરીને તમે બધી જ આત્માઓને મુક્તિ આપી દીધી છે. આજ પછી અહી તમારા વિશાળ મંદિરની સ્થાપના થશે, અને દર વર્ષે મંદિરમાં એમના દર્શન કરવા માટે તે પોતે પણ આવશે. કદાચ એટલે જ આ મંદિરને મરઘટ વાળા હનુમાન મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.
પ્રત્યેક વર્ષે યમુના આવે છે, મંદિરમાં દર્શન માટે

દર વર્ષે યમુના નદીનું જળ સ્તર વધીને મંદિર સુધી આવે છે, જેનાથી આ માન્યતા વધુ પ્રબળ બની જાય છે કે માતા યમુના પોતે જ દર વર્ષે હનુમાનના દર્શન કરવા માટે અહી આવે છે. જો કે ત્યાર પછી જેમ જેમ મંદિરનું નિર્માણ કાર્ય થતું રહ્યું તેમ તેમ યમુના નદીની ધારા હવે મંદિર સુધી પહોચી શકતી નથી. તેમ છતાય અમુક વર્ષના અંતર પછી અહી બાઢ આવે જ છે.
આત્માઓની અંતિમ યાત્રા

મંદિરના સાધુઓ કહે છે કે જ્યારે પણ માતા યમુનાને હનુમાનના દર્શન કરવાનું મન થાય છે, ત્યારે તેઓ વિશાળ સ્વરૂપ લઈને મંદિરમાં આવી જાય છે. એમને કહ્યું કે મંદિરના સામેના શ્મશાન ઘાટની પણ ઘણી માન્યતા છે. એવું માનવામાં આવે છે કે જે આત્માની અહી અંતિમ યાત્રા થાય છે, એને સ્વયં બાબા હનુમાન મુક્તિ અપાવે છે.
Source: NewsTrack
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત