ગાંધીનગર ખાતે PM મોદીના માતાએ કર્યું મતદાન, કહ્યું, ભાજપની થશે જીત

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા આવ્યા હતા. પીએમ મોદીની માતાને સુરક્ષા કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ મતદાન કેન્દ્ર સુધી લાગ્યા હતા અને તેમણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

IMAGE SOUCRE

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ના 11 વોર્ડમાં 44 કાઉન્સિલરો માટે 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો ધીમે ધીમે મતદાન મથકે પહોંચી રહ્યા છે. આ એપિસોડમાં પીએમ મોદીની માતા હીરા બા પણ અહીં મતદાન કરવા આવ્યા હતા.

image soucre

આ અંગે મળતી માહિતી પ્રમાણે 7થી 9 વાગ્યા સુધીમા 6 ટકા મતદાન થયુ હતું. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. જેમાં 44 ભાજપ, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજવાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી છે.

image soucre

નોંધનિય છે કે કોરોનાની વૈશ્વિક મહામારી પછી રાજ્યના પાટનગર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત 3 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 284 બૂથ પર 281897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી ગાંધીનગરની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. આ અંગે તંત્ર ધ્વારા ગઈકાલથી જ ઈવીએમ સહિતની સામગ્રી બૂથ પર રવાના કરાઈ હતી અને હાલ દરેક બૂથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.

નોંધનિય છે કે, કોરોનાની બીજી લહેરને કારણે મોકુફ રહેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને થરા, ઓખા, ભાણવડ એમ ત્રણ નગરપાલિકાઓની સામાન્ય અને તે સિવાય 29 પાલિકા, 42 પંચાયતોમાં પેટાચૂંટણીની 96 બેઠકો સહિત કુલ 228 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર છે. કારણે અહીં આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે.

image socure

તો બીજી તરફ ગાંધીનગર મનપાની ચૂંટણી સાથે સાથે અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ નંબર-3 ચાંદખેડા અને વોર્ડ નંબર-45 ઈસનપુર બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય જિલ્લા પંચાયતની નાંદેજ બેઠક પર મતદાન થશે. જ્યારે સાણંદ તાલુકા પંચાયતમાં પીપણ, ઝાપ અને દસ્ક્રોઈ તાલુકા પંચાયતની કુહા બેઠક પર તેમને બાવળા-બારેજા અને ધંધુકા નગરપાલિકા માટે પેટા ચૂંટણી યોજાશે. આમ રાજ્યમાં હાલ પેટાચૂંટણી અને મનપાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.