ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7 કલાકે શરુ થશે અને 2 વાગ્યે ભગવાન પરત ફરશે નીજ મંદિર, જાણો તમામ વિગતો

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદની રથયાત્રાને લઈને ચાલતી મથામણ વચ્ચે નક્કી થઈ ચુક્યું છે કે રથાયાત્રા આ વર્ષે નીકળે પરંતુ સામાજિક અંતર જળવાય તે રીતે તેમજ લોકોને પણ આ રથયાત્રામાં જોડાવાની મંજૂરી નહીં હોય. ભગવાન જગન્નાથની રથયાત્રા ઈતિહાસમાં પહેલીવાર માત્ર 6થી 7 કલાકમાં પૂર્ણ કરી લેવામાં આવશે. દર વર્ષે આ યાત્રાને પૂર્ણ થતા 12 કલાકથી વધુનો સમય લાગે છે.

image source

આ વર્ષે રથયાત્રામાં કોરોનાના કારણે કરાયેલા ફેરફારોની વાત કરીએ તો રથયાત્રામાં રથ 15 કિમી પ્રતિકલાકની ઝડપે ચાલશે અને બપોરે 2 કલાક સુધીમાં પ્રભુ નીજ મંદિર પરત ફરી જશે. આ સિવાય રથ ખેંચવા માટે 25થી 23 વર્ષની વયના જ ખલાસીઓને પરવાનગી આપવામાં આવી છે તેમ ખલાસી એસોશિએશને જણાવ્યું છે. એસોસિયેશનના સભ્ય કૌશલભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષે રથયાત્રા એક રથને 40 ખલાસીઓ 4-4 ફૂટનું અંતર રાખીને ખેંચશે. રથયાત્રાનો પ્રારંભ મંદિરેથી સવારે 7 કલાકે થશે અને બપોર સુધીમાં પ્રભુ મંદિર પરત ફરશે. આ વર્ષે ભગવાનનું મામાના ઘરે રોકાણ માત્ર 30 મિનિટ હશે.

image source

જણાવી દઈએ કે દર વર્ષે રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસી રથયાત્રામાં જોડાતા હોય છે પરંતુ આ વર્ષે આ કામ માત્ર 120 ખલાસી કરશે. આ તકે તેમણે એક મહત્વની વાત એ પણ જણાવી છે કે રથ ખેંચનાર ખલાસી બંધુઓનું 22 જૂનના રોજ હેલ્થ ચેકઅપ કરાવવામાં આવશે. જે સ્વસ્થ હશે તેમને જ રથયાત્રામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે.

ભગવાન જગન્નાથના એક રથનું વજન આશરે 2200 કિલો જેટલું હોય છે. આ રથને ફરતે 100 ફૂટ લાંબી દોરડું બાંધી દેવામાં આવશે. રથયાત્રા માટે આ દોરડું 100 કાલુપુરના એક વેપારી જોડીએ તૈયાર કર્યું છે. આ વર્ષે ભગવાનનો રથ બમણી ઝડપે માર્ગો પર દોડશે જેથી રથ બપોર સુધીમાં મંદિર પરત ફરી જાય.

image source

બીજી તરફ અમદાવાદ પોલીસે પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે ચાલુ વર્ષે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ નીકળવાના હોવાથી બંદોબસ્ત 90 ટકા ઘટાડીને 10 ટકા જ કરવામાં આવ્યો છે. દર વર્ષે રથયાત્રા બંદોબસ્તમાં 3000 જેટલા પોલીસકર્મીઓ જોડાતા હતા. પરંતુ ચાલુ વર્ષે લોકોને એકત્ર થવાની મનાઈ હોવાથી માત્ર 300 થી 500 પોલીસ કર્મચારીઓ જ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાશે.

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ભારે ધામધૂમ સાથે નીકળે છે. જેમાં 3 મુખ્ય રથ સાથે, 18 હાથી, 30 ભજન મંડળી, 30 અખાડા, 101 ટ્રકો જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રથયાત્રામાં માત્ર 3 મુખ્ય રથ જ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત