સુશાંતની અસ્થી પરીવારને સોંપાઈ, પિતાએ મુંબઈ પોલીસ કમિશ્નરને મળી કરી કેટલીક વાતોની ચર્ચા

રવિવારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અને સોમવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સુશાંત સિંહ રાજપૂતે તો આ દુનિયાને અલવિદા કહી દીધું પરંતુ તેણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગે બોલિવૂડમાં ઘમાસાણ શરુ થયું છે. બોલિવૂડમાં ફરી એકવાર નેપોટીઝમની ચર્ચાઓ જોરશોરથી શરુ થઈ છે.

image source

બીજી તરફ સુશાંતના અંતિમ સંસ્કાર બાદ તેની અસ્થીઓ પણ તેના પરીવારને સોંપવામાં આવી છે. સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હાલ સુશાંતના પિતા સહિત તેના પરીવારના સભ્યો સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે રોકાયા છે. પોલીસની ટીમ તમામ પાસાંને તપાસી સંબંધીત લોકોની પુછપરછ કરી રહી છે.

image source

જાણવા એમ પણ મળ્યું છે કે સુશાંતના પિતા પોલીસ કમિશ્નર પરમવીર સિંહને મળી ચુક્યા છે. આ તરફ સુશાંતના કાકાના દીકરા તથા જીજાજીએ પણ તેની આત્મહત્યા પછી અનેક ઘટસ્ફોટ કર્યા છે તેના કારણે પોલીસે સુશાંતની મિત્ર રિયા ચક્રવર્તીની પૂછપરછ પણ કરી રહી છે.

સુશાંત મામલે ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરે પણ ટ્વીટ કરી જે વાત કહી હતી તે મામલે હવે પોલીસ તેનું પણ નિવેદન લશે. શેખર કપૂર લખ્યું છે કે તેને ખબર છે કે કયા લોકોના કારણે સુશાંત ડીપ્રેશનમાં હતો અને આ પગલું ભર્યું. આ ટ્વીટથી ભારે ખળભળાટ બોલિવૂડમાં મચ્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસને બોલિવૂડમાં ચાલતી પ્રોફેશનલ દુશ્મનીની દિશામાં તપાસ કરે.

પોસ્ટમોર્ટમ રીપોર્ટ પરથી તો સ્પષ્ટ થયું છે કે સુશાંતે આત્મહત્યા કરી છે પરંતુ સુશાંતે આત્મહત્યા કરતાં પહેલાં એક્ટર મહેશ શેટ્ટી અને તેની ખાસ મિત્ર રિયાને કોલ કર્યો હતો. પરંતુ તેનો કોલ રિસીવ થયો નહીં. આ મામલે પોલીસ રિયા પાસેથી એ જાણવા ઈચ્છે છે કે સુશાંતે ક્યારેય તેની સાથે પોતાની સમસ્યા અંગે કોઈ ચર્ચા કરી હતી કે કેમ, અથવા તો કોઈ કારણોસર તેમના સંબંધોમાં તિરાડ પડી હોય.

સુશાંત સિંહ રાજપૂતના એક ખાસના મિત્રે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંત ઘણા સમયથી લોકોને મળવાનું ટાળતો હતો. તેમાં પણ છેલ્લાં બે મહિનામાં તો ભાગ્યે જ કોઈને મળ્યો હતો. આ સમય દરમિયાન તેણે તેની ડીપ્રેશનની દવા લેવાનું પણ બંધ કરી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત