Ration Cardને લઈને આવ્યા મોટા સમાચાર, હવે સરકારી દુકાનોથી નહીં લઈ શકાય રાશન, જાણો નવા નિયમો

ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભાગની તરફથી સરકારી રાશનની દુકાનોથી રાશન લઈ શકે છે તેવા લોકો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સંબંધમાં રાજ્યોની સાથે અનેક વાર બેઠકો થઈ છે.

image source

માનક બદલવાના પ્રારૂપ લગભગ ફાઈનલ થયા છે. આશા છે કે આ મહિને બદલાયેલા માનક એટલે કે નિયમો લાગૂ કરી દેવામાં આવશે. તેના આઘારે ભવિષ્યમાં પાત્રતા નક્કી કરાશે.

અનેક સંપન્ન લોકો પણ લઈ રહ્યા છે લાભ

image source

ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર આ સમયે દેશમાં લગભગ 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો લાભ લઈ રહ્યા છે. તેમાં અનેક લોકો એવા છે જે આર્થિક રીતે સંપન્ન છે. તેને ધ્યાનમાં રાખીને સાર્વજનિક વિતરણ મંત્રાલય માનકોમાં ફેરફાર કરી રહ્યું છે.

કયા પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

image source

આ નવા ફેરફારને લઈને ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેયે કહ્યું છે કે નિયમોમાં ફેરફાર કરવા માટે છેલ્લા 6 મહિનાથી રાજ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોને સામેલ કરીને પાત્રોને માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મહિનાના આ માનક ફાઈનલ કરી દેવામાં આવશે. નવા માનક લાગૂ થયા બાદ વ્યક્તિને લાભ મળશે અને અપાત્ર લોકો તેનો ફ્રીમાં લાભ લઈ શકશે નહીં. આ ફેરફાર જરૂરિયાતવાળા લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

વન નેશન વન રાશન કાર્ડ યોજના

image source

ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના અનુસાર હજુ સુધી વન નેશન વન રાશન કાર્ડ યોજના ડિસેમ્બર 2020 સુધી 32 રાજ્યો અને યૂટીમાં લાગૂ થઈ છે. લગભગ 69 કરોડ લાભાર્થીઓના આધારે આવનારી 86 ટકા આબાદી આ યોજનાનો લાભ લઈ રહી છે. દર મહિને લગભગ 1.5 કરોડ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પણ તેનો લાભ લઈ રહ્યા છે.

તો હવેથી તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ નવા નિયમો અને માનકો જાણી લો તે તમારા માટે જરૂરી છે.