Royal enfield classic 350 કે Jawa નું મોટરસાયકલ, બન્નેમાંથી ક્યુ મોટરસાયકલ છે બેસ્ટ, જાણો અહીં

Royal enfield classic 350 આ વર્ષે ભારતમાં રિલીઝ થનારી સૌથી બહુપ્રતિક્ષિત મોટરસાયકલો પૈકી એક મોટરસાઇકલ છે. લોન્ચ સાથે classic 350 ને જાવા જેવી મોટરસાયકલ કંપની સામે સ્પર્ધામાં ઉતારવામાં આવશે. કારણ કે રોયલ એનફિલ્ડ ના Meteor 350 માં 350cc એન્જીન છે. એટલે નવી classic 350 ની સરખામણી જાવા સાથે કરી શકાય. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ બંને બાઇકની સરખામણી અને તફાવત વિશે જાણીશું. અને જોઈશું કે ક્યુ મોટરસાયકલ વધુ ચડિયાતું છે.

એન્જીન સ્પેસિફિકેશન

image source

નવી royal enfield classic 350 એક 349 સીસી સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ એન્જિન સાથે આવે છે. જે 4000 આરપીએમ પર 27 Nm નો ટોર્ક અને 6100 આરપીએમ પર 20.2 bhp નો પાવર જનરેટ કરે છ. આ એન્જિન five speed gearbox સાથે આવે છે. ઓછી ધ્રુજારી અને સ્મૂધ ઓપરેશન માટે એન્જીનમાં એક એડવાન્સ SOHC અને બેલેન્સર સાફટ સામેલ કરવામાં આવી છે. બીજી તરફ જાવામાં 293 સીસિઝ સિંગલ સિલિન્ડર, ઇલેક્ટ્રોનિક ફ્યુલ ઇન્જેક્શન એન્જિન સાથે આવે છે. જે 27.33 bhp નો પાવર અને 27.02 Nm નો પિકટોર્ક જનરેટ કરે છે. આ બાઈક એન્જિન 6 હાઈ સ્પીડ ગેર બોક્સ સાથે આવે છે.

image source

નવી ક્લાસિક 350 નું વજન 195 કિલોગ્રામ છે અને તે 14 લીટર ફ્યુલ ટેન્ક સાથે 1390 mm ના wheelbase અને 805 mm ઊંચી સીટ સાથે આવે છે. બીજી તરફ જાવા નું વજન 172 કિલોગ્રામ છે. અને તે 14 લીટરની ફ્યુલ ટેન્ક સાથે 1369 mm ના wheelbase અને 765 mm ઊંચી સીટ સાથે આવે છે.

ટાયર

image source

રોયલ એનફીલ્ડ વાયર સ્પોક અને એલોય વહીલ બન્નેમાં આવે છે. આ એક 100/90 – 19 ફ્રન્ટ ટાયર અને એક 120 / 80 -18 રિયર ટાયર સાઈઝને સપોર્ટ કરે છે. બીજી તરફ જવા માત્ર વાયર સ્પોક વહીલ સાથે આવે છે. જેમાં આગળના ટાયરની સાઈઝ 90/90 – 18 અને પાછળનું ટાયર સાઈઝ 120 / 80- 17 છે.

બ્રેક

image source

બ્રેકીંગ માટે નવી ક્લાસિકમાં આગળ ની બાજુએ 300 mm નું રોટર અનવ પાછળની બાજુએ 270 mm ની ડિસ્ક છે. બાઈક સિંગલ ચેનલ તથા ડ્યુઅલ ચેનલ ABS ના વિકલ્પ સાથે આવે છે. બીજી તરફ જાવામાં 280 mm નું ફ્રન્ટ રોટર અને 153 mm નું રિયર રોટર મળે છે અને આ સિંગલ અને ડ્યુઅલ ચેનલ ABS બંનેમાં ઉપલબ્ધ છે.

કિંમત

image source

નવી રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 ની કિંમત 1.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે જ્યારે જાવાની કિંમત 1.77 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ બધી કિંમતો એક્સ શોરૂમની છે.