જો તમારા કબાટમાં પણ લીલ અને ફંગસ જામી જતી હોય તો આ ટિપ્સથી કરી દો દૂર

વરસાદની સીઝનમાં સૌથી વધુ એ બાબતનું ધ્યાન રાખવું પડે છે કે ઘરમાં ભેજને પ્રવેશ ન કરવા દેવો. કારણ કે જો ભૂલથી પણ ઘરમાં ભેજ આવી જાય તો તેનો નિકાલ કરવો ભારે મુશ્કેલ કામ બની જાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે તમને કબાટમાં ભેજ આવી જાય તો શું કરવું તેના વિશે ઉપયોગી થાય તેવી ટિપ્સ જણાવી રહ્યા છીએ.

કબાટમાં કપડાથી માંડીને અનેક મહત્વના કાગળો રાખવામાં આવતા હોય છે ત્યારે જો વરસાદની સીઝનમાં કબાટમાં ભેજ પ્રવેશ કરી જાય તો કપડાં સહિત મહત્વના કાગળો ખરાબ થઈ જવાનો ભય રહે છે.

image source

પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં આવે તો કબાટમાં ભેજને પ્રવેશતો અટકાવી પણ શકાય છે.

કબાટમાં ભીના કપડાં ન રાખવા

કપ1ડાને કબાટમાં મુકતા પહેલા એ નિશ્ચિત કરી લેવું જરૂરી છે કે કપડાં સંપૂર્ણ રીતે સુકાઈ ગયેલા હોય. ભીના કપડાં ક્યારેય કબાટમાં ન મુકવા કારણ કે તેનાથી કબાટમાં ફંગસ થવાનો ભય રહે છે.

બારીઓ ખુલ્લી રાખવી

વોર્ડ રોબને ફંગસથી બચાવવા માટે દિવસના સમયે રૂમની બારીઓ ખુલ્લી રાખવી અને રૂમમાં ફ્રેશ હવા અને તડકો આવે તેવી ગોઠવણ કરવી. આમ કરવાથી રૂમમાં ભેજ નહિ રહે અને ફંગસ પણ નહીં થાય.

વોર્ડરોબને સૂકો રાખો

કપડાં મમુકતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે વોર્ડરોબ ભીનો ન હોય. આ માટે વોર્ડરોબમાં કપડાં મુકતા પહેલા તેને સૂકા કપડાથી સાફ કરી લેવો. ત્યારબાદ કપૂર અને પાણીના મિશ્રણ કરી સફાઈ કરો અને જ્યારે વોર્ડરોબ સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે જ તેમાં કપડાં કે અન્ય ચીજવસ્તુઓ મુકો. એ ઉપરાંત તેમાં કિંમતી અને મહત્વની ચીજવસ્તુઓ મુકો ત્યારે તેને પ્લાસ્ટિકમાં પેક કરી અને ઉપર કાગળ રાખીને મુકો.

image source

વુડન બોર્ડ રાખો

જો તમે તમારા વોર્ડરોબને કોઈ એવી જગ્યાએ રાખ્યો હોય જ્યાં ભેજ આવતો હોય તો તેના કારણે તમારા કપડાં ખરાબ થઈ શકે છે. ઘણીવાર કપડામાં સફેદ ડાઘ પણ થઈ જતા હોય છે અને કપડાંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. જો કબાટ ભેજ વાળી દીવાલ પાસે હોય તો તેમાં ફંગસ થવાનો ભય વધી જાય છે. આવી સ્થિતિમાં વોર્ડરોબ પાછળ વુડન બોર્ડ રાખી શકાય છે જેથી દિવાલનો ભેજ વોર્ડરોબમાં ન આવે.

વોર્ડરોબ ખુલ્લો રાખો

સપ્તાહમાં એક વખત વોર્ડરોબને થોડા સમય માટે ખુલ્લો મુકી દો. તેના કારણે વોર્ડરોબની અંદર હવા જશે જેના કારણે તેમાં ભેજ રહેવાની શક્યતા પણ ઓછી થશે. એ પછી પણ જો કપડામાંથી દુર્ગંધ આવતી હોય તો નૈફ્થલીનની ગોળીઓનો ઉપયોગ કરવો તેનાથી દુર્ગંધ બંધ થઈ જશે.

ફ્લોરોસેન્ટ લાઈટ લગાવો

રૂમમાં જો યોગ્ય લાઈટ ન હોય તો એવી સ્થિતિમાં પણ વિર્ડરોબમાં ફંગસ અને દીવાલમાં ભેજ થવાની સંભાવના વધી જાય છે. આમ ન થાય તે માટે ફ્લોરોસેન્ટ લાઈટનો ઉપયોગ કરવો.

વોર્ડરોબમાં કાચા ચોખાના દાણા મુકો

વોર્ડરોબમાં ચોખાના કાચા દાણા મુકવાનો ઉપાય ઘણો જૂનો છે અને લોકો હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ભેજના કારણે ફંગસનો વિકાસ થાય છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ચોખાના કાચા દાણામાં ભેજને શોષી લેવાનો ગુણ હોય છે એટલા માટે તે મહદઅંશે તમારા વોર્ડરોબના ભેજને શોષી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!