ગુજરાતમાં પહેલીવાર કેદીઓ માટે રેડિયો પ્રિઝનની શરુઆત, કેદીઓ બનશે જોકી

સંજય દત્તની બાયોપિક સંજુ તો જોય હોય તો તમને ચોક્કસથી યાદ હશે કે સંજય દત્ત જ્યારે જેલમાં હોય છે ત્યારે તે રેડિયોનું સંચાલન આરજે તરીકે કરે છે. એટલે કે જેલમાં રેડિયોનું માધ્યમ કેદીઓને મનોરંજન પુરું પાડે છે. આ તો વાત થઈ ફિલ્મની પણ આ ફિલ્મની સ્ટોરીની જેમ ગુજરાતમાં પણ રેડિયો શરુ થવા જઈ રહ્યો છે અને તે પણ જેલમાં.

image source

ગુજરાતમાં જ આ શરુઆત થવા જઈ રહી છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ રાજ્યની પહેલી એવી જેલ બનવા જઈ રહી છે જ્યાં રેડિયો શરુ થશે. આ રેડિયોની ખાસિયત એ હશે કે તે કેદીઓ દ્વારા જ સંચાલિત હશે અને કેદીઓ માટે તેના માધ્યમથી મનોરંજન અને જરૂરી જાણકારી પીરસવામાં આવશે.

image source

ગુના બાદ જેલની સજા ભોગવતા ઘણા કેદીઓ માનસિક તાણ અને અન્ય સમસ્યાથી પીડાતા હોય છે. જેલમાં બંધ કેદીઓ માટે બહારની દુનિયામાં શું થાય છે તે જાણવાનું એક માત્ર માધ્યમ હોય છે છાપા. તે સિવાય તેઓ બહારની દુનિયાથી અલિપ્ત રહેતા હોય છે. વળી તેમના માટે મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ હોતા નથી. જો કે જેલમાં તેઓ સજા ભોગવવા જ કેદ હોય છે પરંતુ તેમ છતાં હવે જેલના કેદીઓ માટે પ્રિઝન રેડિયોની શરુઆત કરવામાં આવી રહી છે.

image source

રાજ્યમાં 2 ઓક્ટોબર અને ગાંધી જયંતિ સાથે સાબરમતી જેલમાં પ્રિઝન રેડિયોની શરૂઆત થઈ રહી છે. આ રેડિયોમાં આર જે તરીકે કેદીઓ જ કામ કરશે. આ રેડિયોના માધ્યમથી કેદીઓને જરૂરી જ્ઞાન અને મનોરંજન બંને પીરસવામાં આવશે.

image source

જેલની દીવાલોની બહાર શું થાય છે તેની જરૂરી માહિતી અને મનોરંજન પૂરું પાડી શકાય તેવા ખાસ કાર્યક્રમો પણ રેડિયો માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. પ્રિઝન રેડિયો દ્વારા કેદીઓને કાયદાકીય બાબતો પણ સમજાવવામાં આવશે. આ ઉપરાંત રોજ તેમને સ્વાસ્થ્ય અને શૈક્ષણિક બાબતોની માહિતી પણ આપવામાં આવશે.

image source

કેદીઓને રોજ મનોરંજન અને ઉપયોગી માહિતી પુરી પાડવા માટે શરુ થયેલા પ્રિઝન રેડિયો માટે પ્રાયોગિક ધોરણે કેદીઓને રેડિયો બ્રોડકાસ્ટ અને એનાઉન્સમેન્ટ માટે તાલીમ પણ આપવામાં આવી છે. રેડિયોની સાથે જેલ દ્વારા કેદીઓના સ્વાસ્થ્ય માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના સ્ટાફ, અધિકારી અને પરિવારજનો માટે પણ અહીં સ્ટાફ ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવનાર છે તેની તૈયારીઓ પણ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત