સાચવજો! હાલમાં થતો કોરોના પહેલાં કરતાં વધુ ઘાતક છે? ડોક્ટરો પણ થઈ ગયા છે ચિંતિત

કોરોના વાયરસના યુકેમાં નવા સ્ટ્રેન બાદ હવે ગુજરાત રાજ્યમાં પણ ડબલ મ્યુટેન્ટ વેરિયંટનો ખતરો, જાણીશું કેમ છે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન વધારે ઘાતક?

-કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વાયરસના બદલાઈ રહેલ સ્વરૂપની પુષ્ટિ કરવામાં આવી.

-પશ્ચિમ મહારાષ્ટ્ર માંથી લેવામાં આવેલ સેમ્પલ માંથી ૧૫% થી ૨૦% સેમ્પલમાં કોરોના વાયરસના નવો સ્ટ્રેન જોવા મળ્યો.

image source

કોરોના વાયરસ સંક્રમણની મહામારીના નવા તબક્કો વધારે ઉગ્ર અને ઝડપી સાબી થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાના બધા જ રેકોર્ડ તોડીને નવી ઉંચાઈએ પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૩૨ દિવસમાં નવા એડમિટ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો અને સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે.

આની પહેલા તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ એડમિટ થતા નવા દર્દીઓની સંખ્યાની સામે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધારે નોંધવામાં આવી હતી. ત્યાર બાદ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો જ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના યુકેના સ્ટ્રેન નોંધાયા બાદ હવે ડબલ વેરિયંટનું જોખમ પણ તોળાઈ રહ્યું છે.

image source

ફક્ત એક મહિના માં જ નવા કેસની સંખ્યામાં ચાર ગણો વધારો.

ગત ફેબ્રુઆરી મહિનામાં ફક્ત ૨૪૯ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. આ આંકડો તા. ૨૪ એપ્રિલ, 2020 પછીનો સૌથી ઓછો આંકડો હતો. તે સમયે ગુજરાત રાજ્ય કોરોના વાયરસ સંક્રમણની મહામારી પર જીત પ્રાપ્ત કરી લીધી હોવાનો સંતોષ અનુભવ કરી રહ્યું હતું. પણ ત્યાર બાદ પાલિકા- પંચાયતની ચૂંટણીનું આયોજન, મોદી સ્ટેડીયમમાં ક્રિકેટ મેચ અને દાંડીયાત્રા જેવા જાહેર કાર્યક્રમ કરવા દરમિયાન ઉમેડી આવેલ ભીડના કારણે અને સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમનો ખુલ્લેઆમ ભંગ કવામાં આવતા છેલ્લા એક જ મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ભારે વધારો જોવા મળ્યો છે.

ગત તા. ૨૭ નવેમ્બર, 2020ના દિવસે ૧૬૦૭ કેસ નોંધવામાં આવ્યા હતા આ આંકડો સૌથી વધારે હતો, પરંતુ હવે તા. ૨૨ માર્ચ, ૨૦૨૧ના રોજ સામે આવેલ કોરોના વાયરસના નવા સંક્રમિત કેસની સંખ્યાએ આ આંકડો પાર કરી લીધા બાદ સતત કોરોના વાયરસના નવા સંક્રમિત દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના ફેલાવાનું કારણ સામુહિક શિસ્તનો અભાવ સહિત કોરોના વાયરસના બદલાઈ રહેલ સ્વરૂપ પણ કારણભૂત માનવામાં આવે છે. યુકે પછી હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના ડબલ મ્યુટેન્ટ વેરિયંટનું જોખમ ઉભું થઈ ગયું છે. ૧૦,૭૮૭ સેમ્પલ માંથી ૭૭૧ સેમ્પલમાં કોરોના વાયરસનું બદલાયેલ સ્વરૂપ જોવા મળ્યું.

image source

-કોરોના વાયરસ પોતે જ સતત સ્વરૂપ બદલાતો રહે છે. આવા સંજોગોમાં કોરોના વાયરસના બદલાઈ રહેલ સ્વરૂપનો નિયમિત અભ્યાસ થતો રહેવો જરૂરી છે.

-એના માટે ગત તા. ૨૫ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દેશની ટોપ ૧૦ લેબોરેટરીનું સંકલન કરીને સમિતિ બનાવી દેવામાં આવી છે જે INSACOG (ઈન્ડીયન સાર્સ સીઓવી-2 કન્સોર્ટીયમ ઓન જીનોમિક્સ) ના નામથી ઓળખવામાં આવે છે.

image source

-દેશના અલગ અલગ વિસ્તાર માંથી આવતા કોરોના વાયરસના શંકાસ્પદ વાયરસની તપાસ INSACOG દ્વારા જીનોમિક્સ સિક્વનસિંગ કરવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો INSACOGમાં વાયરસના બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે જેની મદદથી વાયરસની અસરકારકતા, પ્રસારક્ષમતા સહિત વાયરસના મારણ વિષે પણ સંશોધન કરવામાં આવે છે.

-કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, INSACOG તરફથી આખા દેશ માંથી કુલ ૧૦૭૮૭ સેમ્પલ ભેગા કરવામાં આવ્યા છે જેમાંથી પૈકી ૭૭૧ સેમ્પલમાં કોરોના વાયરસનું અલગ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. જેને ડોકટરી ભાષામાં વેરિયંટ ઓફ કન્સર્ન (VOC) તરીકે ઓળખવામાં આવે છે.

image source

-આવી રીતે વાયરસના જુદા જુદા સ્વરૂપ સામે આવવાનો એક અર્થ એવો પણ થાય છે કે, આ વાયરસનો ચેપ લાગવાની ક્ષમતા પણ જુદી જુદી હોઈ શકે છે અને તેની અસર પણ જુદી જુદી રીતે ઘાતક હોવાની સંભાવના છે. આ બાબત સૌથી વધારે ચિંતાજનક છે.

-૭૭૧ સેમ્પલ માંથી ૭૩૬ સેમ્પલ યુકે સ્ટ્રેનના મળી આવ્યા છે ત્યાં જ ૩૪ સેમ્પલ દક્ષિણ આફ્રિકા સ્ટ્રેનના મળી આવ્યા છે જયારે ૧ સેમ્પલ બ્રાઝિલ સ્ટ્રેનનું મળી આવ્યું છે.

-જો કે, આ તમામ વાયરસના પ્રકારમાં સૌથી વધારે વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે તો તે છે આ ડબલ મ્યુટેન્ટ વેરિયંટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *