એક્ટ્રેસ સાગરિકા શોના પણ બનવાની હતી ક્રુઝ પાર્ટીનો ભાગ, પછી થયું એવું કે….

બોલિવુડ એક્ટ્રેસ અને મોડેલ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયામાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે આ પાર્ટીના ઓર્ગેનાઈઝરે આ પાર્ટીમાં સામેલ થવાની ટિકિટ 80 હજારથી એક લાખ રૂપિયા રાખી હતી.તમને જણાવી દઈએ કે શીપ મુંબઈથી ગોવા જવા માટે શનિવારે રવાના થઈ હતી. અને આ શીપમાં નાર્કોટ્રીક્સ કન્ટ્રોલ બોર્ડ બ્યુરો (NCB)એ રેડ કરી હતી અને ઘણી જાતના ડ્રગ્સ પકડ્યા હતા.

image socure

આ પાર્ટી વિશે એક્ટ્રેસ સાગરિકાએ વધુમાં જણાવ્યું કે આ પાર્ટી બુધવારે તેના એક મિત્ર ટિકિટ ખરીદવાનો હતા અને બંને શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રુઝમાં જવાના હતા. તે માટે સંપૂર્ણ આયોજન પણ થઈ ગયું હતું.

Sagarika Shona Suman says she's getting rape threats after accusing Raj Kundra - Movies News
image source

સાગરીકાના માતા પિતાએ હાલ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી આ સમય દરમિયાન પ્રવાસ ટાળવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેને ઘરમાંથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સમગગાળા દરમિયાન ધાર્મિક હિન્દુઓ કોઈ પણ પ્રકારની નવી પ્રવૃતિ કે બિઝનેસની શરૂઆત કરતા નથી. એ પછી સાગરીકાએ આ પાર્ટીમાં સામેલ થવાનો પ્લાન કેન્સલ કરી દીધો હતો.

Ticket Fee Reveals: actress sagarika shona was to going to the Cruise party
image soucre

તમને જણાવી દઈએ કે આ શીપ ત્રણ દિવસના પ્રવાસે હતુ. મુંબઈથી શનિવારે આ ક્રુઝ બપોરે 2 કલાકે રવાના થવાનું હતું અને 4 ઓક્ટોબર સવારે 10 વાગ્યે પરત ફરવાનું હતું. મળેલી માહિતી મુજબ આ ક્રૂઝ ભારતીય કંપની કાર્ડેલિયાનું છે. NCBના નિશાના પર આયોજક પણ છે અને ઝડપથી તેમના નિવેદન પણ લેવામાં આવશે.

NCBએ શનિવારે રાતે મુંબઈથી ગોવા જઈ રહેલી એક ક્રૂઝ શીપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન NCBએ 10 લોકોની ધરપકડ કરી છે. તેમાં એક જાણીતા એક્ટરનો પુત્ર પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટરના પુત્રએ પુછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેને આ પાર્ટીમાં વીઆઈપી ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. એક્ટરના પુત્ર પાસેથી ક્રૂઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી. એક્ટરના પુત્રએ જણાવ્યું છે કે ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને અન્ય લોકોને બોલાવવામાં આવ્યા હતા.

image soucre

તમને જણાવી દઈએ આ મામલામાં એક મોટી વાત સામે આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે પાર્ટીમાં જે પણ લોકો સામેલ થયા હતા, તેમને પેપર રોલ આપવામાં આવ્યા હતા. રેડ દરમિયાન NCBને મોટાભાગના રૂમમાંથી પેપર રોલ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પાર્ટીમાં સામેલ થયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની પૂછપરછ કર્યા પછી એનસીબીએ તેની ધરપકડ કરી છે.