સૈફને કિડનેપ કરી લેવા માંગે છે આ અભિનેત્રી, કહ્યું “કરીના પણ જાણે છે કે મને એનો પતિ પસંદ છે”

આ હી જાતા હે જીસ પર દિલ આના હોતા હે, પ્યાર દીવાના હોતા હે મસ્તાના હોતા હે….હવે પ્રેમ હોય કે ક્રશ જ્યારે કોઈની પર થઈ જાય છે તો પછી દર વખતે એની સાથે જ રહેવાનું મન થાય છે. એક બાજુ જ્યાં લાખો કરોડો ફેન્સ એમના મનગમતા સ્ટારને દિલો જાનથી પ્રેમ કરે છે તો બોલિવુડના અમુક સ્ટાર્સ એવા પણ છે જેમને ઇન્ડસ્ટ્રીમાં જ કોઈને કોઈ સ્ટાર પર ક્રશ છે. એમાં એક નામ શામેલ છે ઇશ્કઝાદે ગર્લ પરિણીતી ચોપરાનું જે સૈફ અલી ખાનને ખૂબ જ પસંદ કરે છે

સૈફ અલી ખાન છે પરિણીતીનો ક્રશ.

image soucre

પરી એક બે નહિ પણ ઘણા અવસર પર એ વાત સ્પષ્ટ કરી ચુકી છે કે સૈફ અલી ખાન એમના ક્રશ છે અને જો એમને મોકો મળશે તો એ સૈફ અલી ખાનને કિડનેપ પણ કરી શકે છે. ધ કપિલ શર્મા શોના આ એપિસોડની એક કલીપ યુટ્યુબ પર બૉલીવુડ ગોસિપ ગર્લ પેજ દ્વારા શેર કરવામાં આવી છે.

image soucre

વાત જાણે એમ છે કે એકવાર સૈફ અલી ખાન એમની એક ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. એ સમયે કપિલે સૈફને એ કલીપ બતાવી જતી જ્યારે પરી એમના શોમાં પહોંચી હતી અને એમને સૈફ પ્રત્યે એમનો પ્રેમનો એકરાર કર્યો હતો. પરીએ કહ્યું હતું કે જો એમને તક મળશે તો એ સૈફને કિડનેપ કરી લેશે. એ સાથે જ એમને એ કહ્યું કે કરીનાને પહેલેથી આ વાતની ખબર છે. એ જાણે છે કે હું સૈફ અલી ખાનને કેટલુ પસંદ કરું છું.

image soucre

આ વીડિયો જોયા પછી કપિલે સોફ્ટ પાસે એમની પ્રતિક્રિયા માંગી તો સૈફ બિલકુલ અવાક રહી ગયા હતા. એમને કઈ સમજાયું જ નહીં કે એ શું બોલે. એ સાથે જ કપિલે મજાકમાં કહ્યું કે કિસ્મત હોય તો સૈફ અલી ખાન જેવી એમને પહેલા જ કરીના કપૂર પત્ની તરીકે મળી છે અને હવે પરિણીતી પણ એમને કિડનેપ કરવા માંગે છે.

image soucre

તમને જણાવી દઈએ કે આ પહેલા કરણ જોહરના શોમાં પણ પરિણીતી ચોપરા ખુલાસો કર્યો હતો કે એ સૈફને ખૂબ જ પસંદ કરે છે. એટલે સુધી કે એમને કહી દીધું હતું કે સૈફ માટે એ બધી વસ્તુમાં હા પાડી શકે છે. ફેન્સને પરીનું આ રીતે પોતાના ક્રશ માટે દિલ ખોલીને વાત કરવું ગમ્યું છે.

image soucre

છોટે નવાબ એટલે કે સૈફ અલી ખાન પટોડી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. રિપોર્ટ્સ અનુસાર સૈફ અલી ખાનની કુલ નેટવર્થ 15 કરોડ ડોલર એટલે કે લગભગ 1120 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં એમની સંપત્તિમાં 70 ટકા સુધી વધારો થયો છે.આ રિપોર્ટ અનુસાર એમની કમાણી બ્રાન્ડ એન્ડોરસમેન્ટ, ફિલ્મો અને અંગત ઇન્વેસ્ટમેન્ટમાંથી આવે છે. સૈફની છેલ્લી કેટલીક ફિલ્મો કઈ ખાસ નથી ચાલી પણ એમની વેબ સિરીઝ લોકોને પસંદ આવી હતી. એ બહુ જલ્દી ભૂત પોલીસમાં દેખાવાના છે.