મકર સંક્રાંતિ પર ઘરની પૂર્વ દિશામાં લગાવો આ વસ્તુ, બેડો થઈ જશે પાર

ર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. તિથિ અને સૂર્યની સ્થિતિને ધ્યાનમાં લેતા ઘણીવાર આ તહેવાર 15 જાન્યુઆરીએ પણ ઉજવાય છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસે મકર સંક્રાંતિના તહેવાર ઉજવવામાં આવે છે.

આ તહેવાર સાથે એવી માન્યતા પણ જોડાયેલી છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન પણ પૃથ્વી પર આવે છે. આ દિવસ સ્નાન, દાન અને પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ઘરની પૂર્વ દિશામાં કોઈ ખાસ વસ્તુ મુકવાથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે કરેલું દાન, સ્નાન અનેકગણું પુણ્યફળ આપે છે. તેવામાં જો આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે તો તે પણ અનેકગણું ફળ આપે છે.

image soucre

આ દિવસે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાંથી ક્લેશ દૂર થાય છે. આ દિવસે ઘરના એક ખૂણામાં ખાસ વસ્તુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાય કરવાથી જાતક પર સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ઘરમાં શુભતા આવે છે. આ શુભતાના કારણે ઘરમાં ક્લેશ દૂર થાય છે.

આ વિશેષ ઉપાય કરવાથી વર્ષભર ઘરમાં શુભતા રહે છે. તો ચાલો જણાવીએ તમને પણ કે ઉત્તરાયણના દિવસે કયો ઉપાય કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.

image soucre

મકરસંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં પિત્તળની ધાતુથી બનેલા સૂર્યદેવનું પ્રતિક લગાવો. જે લોકો સૂર્યનું પ્રતિક ઘરમાં લાવે છે તેમના ઘરમાં સમૃદ્ધિ રહે છે. આ સિવાય જો સૂર્યદેવનું એવું પ્રતિક મળે કે જેમાં નીચે છ કે સાત ઘંટી લટકતી હોય અને જ્યારે આ ઘંટી વાગે તો ઓમનો અવાજ નીકળે તો તેનાથી પણ વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ સૂર્યના પ્રતીકને લોઢાના ખીલા લગાવીને દિવાલ પર ન લગાવો. આ પ્રતીકને લગાડવા માટે લાલ દોરાનો ઉપયોગ કરો. આ દોરામાં સૂર્ય ચિહ્ન બાંધીને ઘરની પૂર્વ દિશામાં લોલકની જેમ લટકાવી દો. જેથી જ્યારે પવન ફૂંકાય ત્યારે તેમાં રહેલી ઘંટડીઓ ઓમનો નાદ ઉત્પન્ન કરતી રહે.

image soucre

મકરસંક્રાંતિ પર સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો પણ નિયમ છે. આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ. તેમજ આ દિવસે તાંબાના વાસણમાં પાણી, ગોળ અને ગુલાબના પાન નાખીને ભગવાનને અર્ઘ્ય ચઢાવો. ગોળ, તલ અને મગની દાળની ખીચડી ખાવી અને ગરીબોમાં વહેંચવી જોઈએ. આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.