દેશ માટે ઓલમ્પિકમાં રમતી સલીમા ટેટેનું જીવન રહ્યું છે સંઘર્ષથી ભરપુર, ફોટો જોઈને તમને પણ આવશે આંસું

ઝારખંડનો સિમડેગા જિલ્લો હોકીની નર્સરી તરીકે ઓળખાય છે. સિમડેગાએ દેશને એવા સર્વોત્તમ ખેલાડીઓ આપ્યા છે જેણે ટીમને જીત અપાવી અને ભારતના નામનો ડંકો દુનિયાભરમાં વગાડી દીધો છે. આ ખેલાડીઓએ ભારતનું નામ રોશન કરવા તનતોડ મહેનત કરી છે. સિમડેગા જિલ્લાથી જ્યારે પહેલીવાર મહિલા હોકી ખેલાડી સલીમા ટેટેની પસંદગી ઓલંપિક માટે થઈ ત્યારે એ વાતનો અંદાજ આવી ગયો હતો કે ભારતીય મહિલા હોકી ટીમ ઓલંપિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. આ વાત સાચી પણ સાબિત થઈ રહી છે.

image soucre

સલીમા ટેટે સિમડેગા જિલ્લાના સદર પ્રખંડ અંતર્ગત આવતા છાપર ગામની રહેવાસી છે. તેની માતાનું નામ સુભાની ટેટે અને પિતાનું નામ સુલક્ષણ ટેટે છે. સમીલાના પિતા પણ સારા હોકી પ્લેયર રહી ચુક્યા છે. આજ કારણ છે કે સલીમાને નાનપણથી ઘરમાં હોકીનું વાતાવરણ મળ્યું છે. સલીમા ટેટેના ઘરને જોયા બાદ તેમના પરિવારની સ્થિતિ શું હશે તે વાતનો અંદાજ પણ આવી જાય છે. આજના સમયમાં પણ સલીમાના ઘરમાં ટીવી પણ નથી.

સલીમા ટેટેની પસંદગી જ્યારે ઓલંપિક માટે થઈ ત્યારે તેમને મળવા માટે તેના ઘરે અનેક લોકો પહોંચ્યા હતા. ત્યારબાદ તેમનું ઘર કેવું છે તેની ભાવુક કરી દેતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરો સામે આવ્યા બાદ પ્રશાસને તેમના ઘરે ટીવી, ડીટીએસ અને જનરેટરની વ્યવસ્થા ઊભી કરી જેથી તેઓ સલીમાના મેચ જોઈ શકે.

જણાવી દઈએ કે સલીમા પોતાના પિતા સાથે દર વર્ષે લઠ્ઠાખમ્હન હોકી પ્રતિયોગિતા રમવા જતી હતી. તેમને અહીં બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ દરમિયાન હોકી સિમડેગાના અધ્યક્ષ મનોજ કોનબેગીએ સલીમાને હોકી રમતી જોઈ અને સિમડેગા હોકીના આવાસીય સેંટરમાં ટ્રાયલ માટે બોલાવી.

ત્યારબાદ સલીમાને નવેમ્બર 2013માં આવાસીય હોકી સેંટર સિમડેગા માટે પસંદ કરવામાં આવી. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના કરાણે તે રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય વિદ્યાલય હોકી પ્રતિયોગિતા માટે ઝારખંડની ટીમ માટે પસંદગી પામી. 2016માં સલીમાની પસંદગી જૂનિયર ભારતીય મહિલા હોકી ટીમ માટે થઈ અને 2018માં યૂથ ઓલંપિકમાં સલીમાને જૂનિયર ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન બનાવવામાં આવી અને ટીમે રજત પદક જીત્યું હતું. ત્યારથી તેઓ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. તેમની પસંદગી 2019માં સીનિયર ભારતીય મહિલા હોકી ટીમ માટે થઈ હતી.