વિરાટ કોહલી બન્યો ડાયનાસોર, શું તમે જોયો પત્ની અનુષ્કાએ શેર કરેલો આ લેટેસ્ટ વિડીયો?

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને દમદાર એક્ટ્રેસ અનુષ્કા શર્મા એટલે કે વિરુષ્કા દંપતી બૉલીવુડની મનગમતી જોડીઓમાંથી એક છે.

image source

બંનેના ફોટો અથવા વિડીયો હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલા રહે છે. બંનેના લગ્ન પછી તેઓના સમચારોએ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવેલી છે. તે બંને પોતાના ક્યૂટ ફોટોસ અને ઈન્ટરવ્યૂથી ચાહકોનું મન જીતી લેતા હોય છે. આ આવી પડેલા કોરોના લોકડાઉન સમયમાં પોતાના ચાહકોનું મનોરંજન અવાર નવાર પોતાની મનોરંજક પોસ્ટ શેર કરતાં રહેતા હોય છે. હમણાં અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા ઉપર પોતાના પતિ વિરાટ કોહલીનો તમને હસાવી જાય તેવો વિડીયો શેર કર્યો છે. જેમાં વિરાટ કોહલી ડાયનોસોર જેવી એક્ટિંગ કરતાં નજરે ચડે છે.

એક્ટ્રેસ અનુષ્કા શર્મા એ ટ્વિટર ઉપર એક વિડીયો શેર કરતાં તોફાની અંદાજમાં લખ્યું કે “આજે મે એક ડાયનાસોર ને જોયો.” થોડીક સેકેન્ડના યઅ વિડીયોમાં ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ડાયનાસોરની જેમ ધમધમ ચાલીને અંદર આવે છે અને વચ્ચે રોકાઈને તેવી રીતનો અવાજ પણ કાઢે છે. વિરાટ આમ પણ પોતાની સેન્સ ઓફ હ્યુમર અને નખરાં માટે જાણીતા છે. બધાને આ વિડીયો બહુ પસંદ પડી રહ્યો છે.

image source

અનુષ્કાની આ ટ્વિટર પોસ્ટ ઉપર બેડમિન્ટન પ્લેયર અને મિત્ર એવી સાયના નેહવાલ અને બીજા ઘણા ટ્વિટર વપરાશકર્તાઓ મજેદાર કોમેન્ટ કરે છે. સાયના નેહવાલે કોમેન્ટ બોક્સમાં મજાક કરતું ઇમોજી મૂક્યું છે. તો બીજા એક ટ્વિટર યુઝરે લખ્યું, “યઅ માટે જ તો કહેવામાં આવે છે કે પતિઓએ ઘર ઉપર ન રહેવું જોઈએ. જુવો તો બિચારો કેવામાંથી કેવો થઈ ગયો.” તો બીજા એક ચાહકે લખ્યું છે, “ તમે બંને બહુ જ ક્યૂટ છો.” તો અન્ય એક ટ્વિટર વપ્રશકર્તાએ લખ્યું છે “ફૂલ મસ્તી” તો વળી એક ફેને લખ્યું છે, “ આ લોકડાઉન હજુ શું શું કરાવશે.”

image source

તમને કદાચ ખબર હશે એક્ટર કમ પ્રોડ્યુસર એવી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસના બેનર નીચે બનેલી વેબ સીરિઝ ‘પાતાળ લોક’ હમણાં ખૂબ જ પ્રસંશા પામી રહી છે. આ વેબ સિરિઝને ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે. પાતાળ લોક એક મોટી હીટ બની ગઈ છે. તો બીજી તરફ અનુષ્કાના પતિ એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી સાથે એક લાઈવ સેશનમાં આવ્યા હતાં. એ સેશનમાં બંનેએ પોતાના નાનપણની ખાટી મીઠી રોચક વાતો શેર કરી હતી. અને સેશનને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું હતું.

source : zeenews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત