સલમાન ખાનની આ તસવીરો જોઇને તમે પણ કહેશો હવે સલ્લુ કેટલો બદલાઇ ગયો છે, PICS

સલમાન ખાન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક દિગ્ગજ અભિનેતા છે. તેમણે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 1988માં કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ હતી બીવ હો તો એસી. જેમાં તેમણે ફારુક શેખના નાના ભાઈ અને રેખાના દીયરનો રોલ કર્યો હતો. સલમાનને પોતાની સૌથી મોટી સફળતા 1989માં રિલિઝ થયેલી ફિલ્મ મેને પ્યાર કિયાથી મળી હતી, જેના માટે તેમને ફિલ્મ ફેયરનો બેસ્ટ ડેબ્યુ મેલનો અવોર્ડ પણ મળ્યો હતો.

image source

આજે અમે તમને સલમાન ખાનની કેટલીક એવી દુર્લભ તસ્વરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમને ખબર પડશે કે ઓનસ્ક્રીન દબંગ દેખાતા ભાઈજાન સલમાન ખાન રિયલ લાઇફમાં કેવા છે ? આ તસ્વીર સલમાન ખાન અને ઝરીન ખાનની છે. 2010માં જ્યારે આ બન્ને કલાકાર ફિલ્મ વીરનું શૂટિંગ કરતા હતા તે વખતે ફિલ્નમના સેટ પર આ તસ્વીર લેવામાં આવી હતી. તમે જોઈ શકો છો કે સલમાનની બોડી અને ઝરીનનો બ્રાઇડલ અવતાર ખરેખર લાજવાબ છે.

image source

સુલતાન સલમાન ખાન ઘરમાં એક સામાન્ય માણસની જેમ ટાઇમ સ્પેન્ડ કરે છે. તમે જોઈ શકો છો કે તેઓ કોઈ સામાન્ય માણસની જેમ જ સોફા પર બેઠા છે અને સીગારેટ પી રહ્યા છે અને સાથે તેમનો વાહલો પેટ ડોગ પણ છે.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે સલમાન ખાનની જેની સાથે મિત્રતા થઈ જાય તેને તે ફર્સથી અર્શ પર લઈ જાય છે અને પોતાના મિત્રને તેઓ ક્યારેય નથી ભુલતા. માત્ર બોલીવૂડ જ નહીં પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના ઘણા બધા સુપરસ્ટાર સલમાનના સારા મિત્ર છે અને તેમાંના જ એક છે વેંકટેશ. ઘણીવાર આ બન્નેને ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોવામાં આવ્યા છે. આ તસ્વીરમાં બન્ને વગર કોઈ બોડીગાર્ડ બે મિત્રોની જેમ વાતચીત કરતાં ટુ-વ્હીલર પર બેઠેલા જોઈ શકાય છે.

image source

પ્રિટિ ઝિન્ટા સાથેની સલમાનની આ તસ્વીર કોઈ ફિલ્મના સેટ પર લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રિયલ લાઇફમાં પ્રિટી અને સલમાન ખૂબ જ સારા મિત્રો છે.

image source

આ તસ્વીર તો તમે ક્યારેય નહીં જોઈ હોય. આ તસ્વીર ખૂબ જ જૂની છે. આ તસ્વીર એક પાર્ટી દરમિયાન લેવામાં આવી છે. જેમાં સલમાન ખાન, સોહેલ ખાન અને તેમના પિતા સલિમ ખાન શર્ટલેસ જોઈ શકાય છે.

image source

આ તસ્વીરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ફિલ્મના સેટ પર જ છે. આ તે સમયની તસ્વીર છે જ્યારે કેટરીના કૈફ ફિલ્મોમા નવી નવી જ આવી હતી. આ બન્ને વચ્ચેનું બોન્ડિંગ આજે પણ તેવું જ છે. જો કે શરૂઆતમા એવી પણ વાત ઉડી હતી કે તે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. તે બન્નેએ ક્યારેય આ વાતનો સ્વિકાર નથી કર્યો. અને બીજી બાજુ કેટરીના કૈફનું નામ રનબીર કપૂર સાથે પણ જોડાયેલું હતું માટે આ વાતને એક અફવા જ માનવામાં આવી હતી. જો કે આ બન્ને આજે પણ એક સારા મિત્ર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત