ધીરૂભાઇ અંબાણીએ નીતાને ફોન કર્યો તો એક નહીં બે વાર કટ કરી નાંખ્યો, પછી ત્રીજી વાર નીતાને આવ્યો ગુસ્સો અને…

તમે મુકેશ અંબાણી વિશે, તેમના ઘર, પરિવાર વિશે ઘણું બધું જાણતા હશો, પરંતુ શું તમે જાણો છો કે તેમણે નીતા સાથે લવ મેરેજ કર્યા છે. એટલું જ નહીં, બંનેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. મુકેશ અંબાણી અને નીતાનો પ્રેમ કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછો નથી. નીતાના પિતા બિરલા ગ્રુપમાં કામ કરતા હતા ત્યારથી જ આ વાત છે. જો કે નીતા અંબાણી આજે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને એશિયા સૌથી ધનિકોની યાદીમાં બિરાજે છે એવા મુકેશ અંબાણીના પત્ની છે, પણ લગ્ન પહેલાં સસરા ધીરૂભાઇ અંબાણીના બે ફોન કોલ નીતાએ કાપી નાંખ્યા હતા.

image source

આ કિસ્સો ખુબ ઓછો લોકો જાણતા હશે. નીતા અંબાણીએ ખુબ ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. એક દિવસ બિરલા પરિવારના ખાનગી નિવાસસ્થાન બિરલા માતોશ્રી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં નીતાએ ભરતનાટ્યમ કર્યું હતું. મુકેશના પિતા ધીરૂભાઇ અંબાણીએ નીતાને આ કાર્યક્રમમાં પહેલીવાર જોયા હતા અને તે તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેણે નીતાને તેના ઘરની પુત્રવધૂ બનાવવાનો નિર્ણય લીધો હતો. નીતા તે વખતે કોલેજ સ્ટુડન્ટ હતા અને તેમને વિશ્વાસ જ ન આવ્યો કે ધીરુભાઇ અંબાણી તેમને ફોન કરી શકે.

image source

જયારે હું કોલેજ સ્ટુડન્ટ હતી ત્યારે મારા ફોન પર એક કોલ આવ્યો, સામે વાળા વ્યકિત બોલી રહ્યા હતા કે હું ધીરુભાઇ અંબાણી બોલું છું,નીતાએ કહ્યું કે મને વિશ્વાસ જ ન આવ્યો કે અંબાણી ફેમિલીમાંથી મારી પર ફોન આવી શકે. ફરી એક વખત ફોન આવ્યો અને સામે વાળી વ્યકિતએ ફરી એકવાર કહ્યું કે હું ધીરુભાઇ અંબાણી બોલી રહ્યો છું.

image source

નીતાએ બીજા ફોનમાં ગુસ્સે થઇને કહ્યું હતું અચ્છા, તમે ધીરુભાઇ અંબાણી છો તો હું એલિઝાબેથ ટેલર છું એમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. પણ જયારે ત્રીજી વખત ફરી ધીરુભાઇ અંબાણીએ ફોન કર્યો તો નીતાને પિતાએ ઉઠાવ્યો હતો અને નીતાના પિતા ધીરુભાઇનો અવાજ ઓળખી ગયા હતા.

image source

ત્યારબાદ એવી ઘટના ઘટી કે પિતાએ નીતાને કહ્યું હતું કે ખરેખર ધીરુભાઇ અંબાણી જ છે અને તને ફોન કરી રહ્યા હતા. અને તારે ધીરુભાઇ સાથે વ્યવસ્થિત વાત કરવાની હતી. નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશ સાથે જોડાયા પછી ખબર પડી હતી કે મારા સસરાં ધીરુભાઇએ એક ડાન્સ પરફોર્મન્સમાં મને જોઇ હતી અને તે પછી મને ફોન કર્યો હતો. કઈ રીતે નંબર મળ્યા એ પણ કહી દઈએ કે કાર્યક્રમના અંતે ધીરુભાઇ અંબાણીએ શોના આયોજકો પાસેથી નીતાનો નંબર લીધો હતો. આ પછી તે ઘરે ગયા અને પહેલા તેણે નીતાને ફોન કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત