આયુષ શર્માએ કહ્યું કે સલમાન ખાન રિલેશન વિશે સલાહ આપવામાં સૌથી ખરાબ, કહ્યું કે એકવાર તો…

બોલિવુડના દિગગજ અભિનેતા અને દબંગ સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ એમના વિશે એક ખુલાસો કર્યો છે. એકટર આયુષ શર્માનું કહેવું છે કે સલમાન ખાન રિલેશન વિશેની સલાહ આપવામાં સૌથી ખરાબ છે. એમને આ વાત એમના એક ઇન્ટરવ્યૂમાં કહી છે.

image soucre

આયુષ શર્માએ વર્ષ 2014માં સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા છે. જ્યારે આયુષ શર્માને એ પૂછવામાં આવ્યું કે સૌથી ખરાબ રિલેશન અંગે સલાહ આપનાર કોણ છે? એના જવાબમાં આયુષ શર્મા કહ્યું કે સલમાન ભાઈ.

image soucre

એ પછી આયુષ શર્માને પૂછવામાં આવ્યું કે શુ સલમાન ખાન એમને રિલેશન અંગે સલાહ આપી? એમને જવાબ આપ્યો કે હા એટલે મને ખબર છે કે સૌથી ખરાબ કોણ છે. તમને જણાવી દઈએ કે આયુષ શર્માએ અભિનેતા સલમાન ખાન સાથે અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને આ ફિલ્મ હવે જલ્દી જ રિલીઝ થવાની છે.

image socure

આયુષ શર્મા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે જેમાં માત્ર 2 દિવસ બાકી છે. હાલમાં જ એક વાતચીત દરમિયાન કપિલ શર્માએ આયુષ શર્માને પૂછ્યું હતું કે સલમાન ખાનને ઘરે અને સેટ પર મળવામાં શું ફરક છે? તેના જવાબમાં તેણે કહ્યું કે એમાં તેમની પાસે બે અલગ-અલગ અનુભવ છે

image soucre

આયુષ શર્માએ કહ્યું કે તે દર બીજા દિવસે સલમાન ખાનને મળવા જતો હતો અને હસતો અને મજાક કરતો પાછો આવતો હતો. એક દિવસ અર્પિતા ઘરની બહાર ગઈ હતી અને હું ભાઈને મળવા આવ્યો. આ ભાઈ પર એટલે કે સલમાન ખાને મને કહ્યું- તું વિચિત્ર વ્યક્તિ છો, વારંવાર અહીં કેમ આવે છે?

image socure

હાલમાં જ આયુષ શર્માએ અન્ય એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સલમાન ખાનને નિરાશ કરવા નથી માંગતો. તેણે આ વાત તેની આગામી ફિલ્મ વિશે કહી હતી. તેણે કહ્યું હતું કે આ ફિલ્મને લઈને તેના પર ઘણું દબાણ અને જવાબદારી છે અને તે સલમાન ખાનને નિરાશ કરવા માંગતો ન હતો તેથી તેણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી. ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત છે અને સલમાન ખાન દ્વારા નિર્મિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *