જ્યારે કો એક્ટ્રેસ સાથે શાહરૂખના અફેરની ખબરો સાંભળીને હેરાન થઈ ગઈ હતી ગૌરી ખાન, ગુસ્સામાં કિંગ ખાને ભર્યું હતું આ પગલું

બોલિવુડના કિંગ ખાન છેલ્લા 30 વર્ષથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર રાઝ કરી રહ્યા છે. વર્ષ 1992માં ફિલ્મ દિવાનાથી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર શાહરૂખે એકથી લઈને એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે પણ કિંગ ખાનની ફિલ્મોની લિસ્ટમાં અમુક એવી ફિલ્મો પણ સામેલ છે જેને એ ખુદ યાદ પણ નથી કરવા માંગતા.આજે અમે તમને જણાવીશું એમની એક ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જેના કારણે એમનું લગ્નજીવનમાં હાહાકાર મચી ગયો હતો. વાત જાણે એમ છે કે જ્યારે શાહરૂખના અફેરની ખબર એમની કો એક્ટ્રેસ સાથે સાંભળવા મળ્યા તો ગૌરી ખાન ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી, એ પછી ગુસ્સામાં આવીને કિંગ ખાને એવું પગલું ભર્યું હતું કે એમને જેલ પણ જવું પડ્યું હતું.

image soucre

વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ‘માયા મેમસાબ’ શાહરૂખ ખાનની એક એવી ફિલ્મ છે, જેના કારણે માત્ર કિંગ ખાન જ નહીં પરંતુ ફિલ્મની સહ અભિનેત્રી દીપા સાહીને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાહરૂખની ડેબ્યુ ફિલ્મ ‘દીવાના’ સુપરહિટ સાબિત થઈ હતી, પરંતુ તેની ફિલ્મ ‘માયા મેમસાબ’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી, પરંતુ આ ફિલ્મ દીપા સાહી અને શાહરૂખ ખાન વચ્ચે ફિલ્માવાયેલા બોલ્ડ ઈન્ટિમેટ સીનને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. એવામાં એક રિપોર્ટરે મેગેઝીનમાં શાહરૂખ અને તેની કો-એક્ટ્રેસ દીપા સાહીના અફેરની ખબર છાપી હતી, જેના પછી શાહરૂખના લગ્ન જીવનમાં તોફાન આવી ગયું.

image soucre

મેગેઝીનમાં શાહરૂખ અને તેની કો-એક્ટ્રેસ દીપા સાહી વચ્ચેના અફેરના સમાચાર વાંચીને ગૌરી ખાન ખૂબ જ પરેશાન થઈ ગઈ, તેને લાગવા લાગ્યું હતું કે તેણે શાહરૂખ સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. પોતાની પત્નીને અફેરના કથિત ખોટા સમાચારથી નારાજ જોઈને બાદશાહ ખાન ગુસ્સે થઈ ગયો અને આ સમાચાર લખનાર રિપોર્ટરને મારવા દોડી ગયો અને તેણે પણ તેના સસરાએ આપેલી તલવાર ઉપાડીને.

image soucre

કહેવાય છે કે શાહરૂખ ખાન પત્રકાર પર એટલો બધો ગુસ્સે થયો હતો કે તેને મારવા માટે તેની પાસે પહોંચી ગયો હતો. એક ઈન્ટરવ્યુમાં શાહરૂખે પોતે કહ્યું હતું કે તેણે પત્રકાર સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. જોકે, આ ઘટનાના બીજા જ દિવસે પોલીસ સેટ પર પહોંચી અને તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં બતાવવામાં આવેલા બોલ્ડ સીન્સને કારણે શાહરૂખ અને દીપા સાહી વિશે મીડિયામાં ઘણા પ્રકારના સમાચાર આવ્યા હતા, જેમાંથી એક તેમના વચ્ચેના અફેરના સમાચાર હતા, જેણે ગૌરી અને શાહરૂખ ખાનને ખૂબ જ પરેશાન કરી દીધા હતા. 90ના દાયકાની સૌથી બોલ્ડ ફિલ્મોમાંની એક ‘માયા મેમસાબ’ કેતન મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

image soucre

આ ફિલ્મમાં શાહરૂખ ખાને પોતાના જીવનનો પહેલો ઈન્ટિમેટ સીન આપ્યો હતો, જે ફિલ્મ ફ્લોપ હોવા છતાં લાંબા સમય સુધી હેડલાઈન્સમાં રહ્યો હતો. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે શાહરૂખ કદાચ ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકશે નહીં. પરંતુ તેણે બધાને ખોટા સાબિત કર્યા. તેણે ‘બાઝીગર’ અને ‘ડર’ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં નેગેટિવ પાત્રો ભજવીને દર્શકોની ઘણી વાહવાહી જીતી, પછી ઈન્ડસ્ટ્રીમાં એકથી વધુ હિટ ફિલ્મો આપીને તેણે સાબિત કર્યું કે તે જ બોલિવૂડનો અસલી કિંગ ખાન છે

image soucre

શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘પઠાણ’ અને ફિલ્મ ‘લાયન’નું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ મેકર્સે શૂટિંગ થોડા સમય માટે રોકી દીધું હતું. જો કે તેનો પુત્ર આર્યન ખાન જામીન બાદ ઘરે પરત ફર્યો છે, પરંતુ હાલ તો શાહરૂખ તેના પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગે છે તેવું લાગી રહ્યું છે. તે છેલ્લે 3 વર્ષ પહેલા ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળી હતી.